________________
,
નિવેદન :
જયારે કોઈ વસ્તુ અસ્તિત્વમાં મુકાય છે ત્યારે તેની પાછળ કઈ ને કંઈ પણ ઘટના રહેલી છે. આ તસ્વાર્થ પ્રશ્નોત્તર દીપિકાના અંગે પણ તેવી જ ઘટના છે.
હું પાલીતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ છોડી અમદાવાદ, ગયો હતો, ત્યાં શેઠ મેહનલાલ છોટાલાલને ત્યાં રહેતો હતો. તેઓશ્રીએ મારી કામગીરી સાથે ઝાંપડાની પોળમાં તેમની જન પાઠશાળા ચાલતી હતી તેની દેખરેખ રાખવાનું કામ પણ મને સોંપ્યું. હતું. મારા કહેવાથી તેઓશ્રીએ ભણતરની સાથે સીવણુ, ગૂંથણ. અને ભરતનો ઉદ્યોગ વિભાગ પણ ખોલ્યો હતો. આથી જૈન ધર્મમાં . એવું સારામાં સારું કયું પુસ્તક છે કે જેમાં સર્વ વિષયને સમાવેશ. થતો હોય, તત્ત્વજ્ઞાન-પ્રેરક હોય અને સર્વને સરખી રીતે માન્ય હોય કે જે પાઠશાળામાં ચલાવી શકાય તેવું પુસ્તક જાણવાની મને અભિલાષા ઉદ્દભવી.આથી હું ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં ગયો અને તેના વિદ્વાન વ્યવસ્થાપકને વાત કરી. ત્યારે તેમણે તે અરસામાં ગુજરાત વિદ્યાપીઠ. તરફથી તત્ત્વાર્થસૂત્રની દ્વિતીયાવૃત્તિ પ્રગટ થઈ હતી તે વાંચવાની ભલામણ કરી. (જે ઉપરથી મેં આ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા પ્રકટ કરી છે.) આથી તે પુસ્તક મેં ખરીદ્યું અને વાગ્યું. વાંચ્યા બાદ - અતિ આહલાદ થયે અને તે પાઠશાળામાં ચલાવવા અભિલાષા પ્રકટી.
પરંતુ તેવામાં મારી તબીઅત બગડી અને તે નાદુરસ્ત તબીઅતને કારણે હું અમદાવાદ છોડી મુંબાઈમાં આવ્યું..
અત્રે આવ્યા બાદ અમુક સમયે શ્રીયુત ફતેહચંદભાઈ ઝવેરચંદે . જાસુદબાઈ પાઠશાળા(શેઠ જીવતલાલ પ્રતાપશી તરફથી
.