________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૮૭ પ્રશ્ન: જીવના પરિમાણની ન્યૂનાધિકતાને લીધે એના આધાર- ક્ષેત્રના પરિમાણની જે જૂનાધિકતા ઉપર કહી છે તે કોને અપેક્ષીને સમજવી? ‘ઉત્તર: તે એક જીવની અપેક્ષાએ સમજવી. પ્રશ્ન: સર્વ જીવની અપેક્ષાએ શું સમજવું?
ઉત્તર: સર્વ જીવરાશિની અપેક્ષાએ તે જીવતત્ત્વનું આધારક્ષેત્ર સંપૂર્ણ કાકાશ જ છે. " પ્રશ્નઃ ભિન્નભિન્ન જીવોના પરિમાણમાં એક જ સમયમાં જે
જૂનાધિકતા દેખાય છે તેનું કારણ શું? ' ઉત્તર : કર્મ જે અનાદિકાળથી જીવની સાથે લાગેલાં છે અને
જે અનંતાનંત અણુપ્રચયરૂપ હોય છે એમના સંબંધથી એક જીવના - પરિમાણમાં અથવા વિવિધ જીના પરિમાણમાં વિવિધતા આવે
છે. કર્મો સદા એકસરખાં રહેતાં નથી. એમના સંબંધથી ઔદારિક - આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે તે પણ કર્મ અનુસાર નાનાં- મેટાં હોય છે. જીવદ્રવ્ય વસ્તુતઃ હોય છે તો અમૂર્ત, પરંતુ તે કર્મસંબંધને લીધે મૂર્તવત બની જાય છે. એથી જ્યારે જ્યારે જેટલું જેટલું
ઔદારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે, ત્યારેત્યારે એનું પરિમાણ - તેટલું તેટલું જ હોય છે. ' પ્રશ્નઃ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જેવદ્રવ્ય પણ અમૂર્ત
છે, તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી, અને બીજાનું ને કેમ વધે-ઘટે છે?
ઉત્તર : તેને ઉત્તર સ્વભાવભેદ સિવાય કાંઈ નથી. પ્રશ્ન ઃ જીવતત્ત્વનો કેવો સ્વભાવ છે ?'
ઉત્તરઃ જીવતત્વનો સ્વભાવ જ એવો છે કે તે નિમિત્ત મળતાં આ જ પ્રદીપની જેમ સંકોચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી
જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે; પરંતુ “