________________
૨૧૨ -
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા (માત્ર ઉત્પાદ-વિનાશશીલ) માને છે. સાંખ્ય દર્શન ચેતન તત્ત્વરૂપ સને તે કેવળ ધ્રુવ (કુટસ્થ નિત્ય) અને પ્રકૃતિ તત્ત્વરૂપ “સતને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. ન્યાય વૈશેષિક દર્શન અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્ તને કુટસ્થ નિત્ય અને ઘર, વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે; પરંતુ જૈન દર્શનનું સતના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતોથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે. જૈન દર્શનનું માનવું એ છે કે, જે સત-વસ્તુ–છે તે ફક્ત પૂર્ણ રૂપે દૂરસ્થ નિત્ય અથવા ફક્ત નિરવ વિનાશી, અથવા એનો અમુક ભાગ ફૂટસ્થ નિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય અથવા એનો કઈ ભાગ તે ફક્ત નિત્ય અને કોઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હઈ શકતું નથી. એના મત પ્રમાણે “ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્થૂળ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે ત્રિરૂપ છે.”
પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશા એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદ-વ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અશોમાંથી કોઈ એક બાજુએ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ને જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપમાં માલૂમ પડે છે, પરંતુ બન્ને અંશોની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી એને દષ્ટિઓ અનુસાર જ આ સૂત્રમાં સત–વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. '. હવે વિરોધને પરિહાર કરી પરિણામી નિત્યત્વનું સ્વરૂપ દર્શાવે છે:
तभावाव्ययंनित्यम् ॥३०॥