________________
૨૧૪
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
અપેક્ષાએ ઉત્પાદ-ય એ બન્ને ઘટિત થવામાં કાઇ વિરાધ આવતે નથી. જૈન દર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિન્તુ ચેતન તત્ત્વમાં પણ તે લાગુ પડે છે. પ્રશ્ન: પરિણામી નિત્યત્વવાદનું સ્વરૂપ સમજાવે.
ઉત્તર ઃ બધાં તત્ત્વામાં વ્યાપકરૂપે પરિણામી નિત્યવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક-પ્રમાણુ અનુભવ છે. સૂક્ષ્મ દિથી જોતાં કાઇ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણામી હાય અથવા માત્ર પરિણામરૂપ હાય. ખાä, આત્યંતર બધી વસ્તુ પરિણામી નિત્ય માલૂમ પડે છે. જે બધી વસ્તુએ ક્ષણિક માત્ર હાય તેા પ્રત્યેક ક્ષણમાં નવીનવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમજ એને કોઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ-પરંપરામાં સજાતીયતાને અનુભવ ચારે પણ ન થાય. અર્થાત્ પહેલાં કાઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે ‘આ તે જ, વસ્તુ છે” એવું પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કોઈ પણ રીતે ન થાય. કેમકે પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમજ દષ્ટા-આત્માનું સ્થિરત્વ પણ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વમાત્ર ને નિર્વિકાર હાય તેા એ બંને તત્ત્વાના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિયત્વવાદને જૈન દર્શન યુક્તિ-સંગત માને છે.
.
હવે બીજી વ્યાખ્યા વડે,પુર્વોક્ત સત્તા નિત્યત્વનું વર્ણન કરે છેઃ तद्भावाव्ययं नित्यम् |३०|
તા. ક.' આ સૂત્રના શબ્દાર્થ વગેરે ઉપર આવી ગયેલ છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ વસ્તુમાત્રનું સ્વરૂપ કેવું છે?