________________
:
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સૂત્રાર્થ પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે; કેમકે અર્પિત એટલે અર્પણા અર્થાત્ અપેક્ષાથી અને અર્પિત એટલે કે અનર્પણા અર્થાત ખીછ અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.
વિશેષાર્થ-સમજાતી
૨૧૬
પ્રશ્નઃ આ સૂત્રને ઉદ્દેશ શું છે?
ઉત્તર : પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મને સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે એ બતાવવું તથા વિદ્યમાન અનેક • ધર્માંમાંથી ક્યારેક એકનું અને કયારેક ખીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું, એ આ સૂત્રને ઉદ્દેશ છે.
પ્રશ્નઃ વસ્તુનું વિશિષ્ટ સ્વરૂપ કયારે સિદ્ધ થાય તે દાખલે આપી સમજાવે.
ઉત્તર : વિશિષ્ટ સ્વરૂપને એ જ અર્થ છે કે જ્યારે તેને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ માનવામાં આવે તે. દાખલા તરીકે આત્મા સત્ છે એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનું ભાન હેાય છે તે બધી રીતે ટિત થતું નથી. જો એમ હાય તા આત્મા, ચેતના આદિ સ્વરૂપની માફક ઘટાદિ પર-રૂપથી પણ સિદ્ધ થાય, અર્થાત્ એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી તેનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્દ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપને અર્થે જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને ખી અપેક્ષાએ અસત્ત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ-અસત્ત્વનું છે, તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ ધર્મ પણ એમાં દ્ધિ છે. દ્રવ્ય (સામાન્ય) દૃષ્ટિએ નિત્યત્વ અને પર્યાય (વિશેષ) દૃષ્ટિએ અનિત્યત્ર સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા પરંતુ અપેક્ષા-ભેદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકત્વ આદિ