________________
૨૨૮
'તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા એકએક શક્તિ માનવાથી એમાં રૂપશક્તિની માફક ગંધ, રસ, સ્પર્શ આદિ અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચેતના, આનંદ, વિર્ય આદિ શક્તિઓના ભિન્નભિન્ન વિવિધ પર્યાયે એક સમયમાં થાય છે; પરંતુ એક ચેતનાશક્તિના અથવા એક આનંદશક્તિના વિવિધ ઉપયોગ પર્યાયે અથવા વિવિધ વેદના પર્યાય એક સમયમાં થતા નથી, કેમકે પ્રત્યેક શક્તિનો એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ રીતે પુદ્ગલોમાં પણ રૂપ, ગંધ આદિ ભિન્ન શક્તિઓના, ભિન્નભિન્ન પર્યાયો એક સમયમાં થતા નથી. પરંતુ એક રૂપશક્તિના નીલ, પતિ આદિ વિવિધ પર્યાયે એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુદ્ગલ દ્રવ્ય નિત્ય છે, તેમ એમની ચેતના આદિ તેમ રૂપ આદિ શક્તિઓ પણ નિત્ય છે; પરંતુ ચેતનાજન્ય ઉપયોગ-પર્યાય તેમ રૂપશક્તિજન્ય નીલ-પીત પર્યાય નિત્ય નથી. કિન્તુ સદૈવ ઉત્પાદન વિનાશશાળી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપયોગ-પર્યાયપ્રવાહ તથા રૂપ-પર્યાય-પ્રવાહ વૈકાલિક હોવાથી નિત્ય છે. - અનંત ગુણોનો અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે, તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણો જ સાધારણ બુદ્ધિવાળા છવાસ્થની કલ્પનામાં આવે છે; બધા ગુણે આવતા નથી. આ રીતે પુગલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે; બધા નહિ. એનું કારણ એ છે કે
આત્મા અથવા પુદ્ગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાયપ્રવાહ વિશિષ્ટ ' જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પર્યાયપ્રવાહ સાધારણું
બુદ્ધિથી જાણી શકાય છે, એમના કારણભૂત ગુણોને વ્યવહાર કરાય " છે, આથી તે ગુણો વિકપ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર,
વીર્ય આદિ ગુણો વિકધ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે ' છે; અને પુદ્ગલના રૂપ આદિ ગુણો વિકલ્થ છે; બાકીના બધા
અવિક છે અને તે ફક્ત કેવળીગમ્ય છે. .