Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 281
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ દ્રવ્ય શું છે? ઉત્તર: ત્રૈકાલિક અનત પર્યાયેના એકએક પ્રવાહની કારણભૂત એકએક શક્તિ (ગુણ) તથા એવી અનંત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે. આ કથન પણ ભેદ સાપેક્ષ છે. અભેદ દષ્ટિથી પર્યાય પાતપેાતાના કારણભૂત ગુણસ્વરૂપ અને ગુણ દ્રવ્યસ્વરૂપ હેાવાથી, દ્રવ્યગુણ પર્યાયાત્મક જ કહેવાય છેઃ દ્રવ્યમાં બધા ગુણા એકસરખા નથી હોતા. કેટલાક સાધારણુ અર્થાત્ બધાં દ્રવ્યમાં હેાય એવા હેાય છે; જેમકે અસ્તિત્વ, પ્રદેશત્વ, જ્ઞેયત્વ આદિ અને કેટલાક અસાધારણ અર્થાત્ અમુકઅમુક દ્રવ્યમાં હેાય એવા હોય છે; જેમકે ચેતના, રૂપ આદિ. અસાધારણ ગુણ અને તજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકખીજાથી જુદું પડે છે. ૨૨૯ પ્રશ્ન ઃ ગુણના સંબંધમાં વિશેષ ધ્યાન આપવા જેવું શું છે? ઉત્તરઃ પુદ્દગલ-દ્રવ્ય મૃર્ત હેાવાથી એના ગુણ ‘ગુરુ લઘુ’ તથા પર્યાય પણુ ગુરુ લઘુ' કહેવાય છે, પરંતુ બાકીનાં બધાં દ્રવ્યા અમૂર્ત હાવાથી એમના ગુણ અને પર્યાય ‘અગુરુ લઘુ' કહેવાય છે. પદાર્થ-મીમાંસા (નિશ્ચય અને વ્યવહારનયાનુસાર) પદાર્થ અખંડ અને તેના ગુણુપર્યાયથી અવિનાભાવી હોવાથી તે વચનગેાચર નથી, પરંતુ અનુભવગમ્ય છે. જેમ સાકરમાંથી તેને ગુણ મીઠ્ઠાશ લઈ લેવામાં આવે તે તેમાં સાકરપણું કાંઇ રહેશે નહિ. તેમ સાકરમાંથી સાકરપણું લઇએ તે તેના ગુણ મીઠાશ સાકરના પ્રદેશાને છેડી અલગ રહેવાના નથી. સાનાની પિળાશ સેાનામાંયી ૧ અવિનાભાવ શબ્દને અર્થ જેના સિવાય જે ન રહી શકે એવા છે. તેને તાદામ્ય વિશેષ શબ્દથી ઓળખાવી શકાય. તાદાત્મ્ય શબ્દ ન વાપરતાં વિનાભાવ રાખ્ત વાપરવાને આરાય એ છે કે તે અને અપેક્ષાએ ભિન્ન છે.

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287