Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 283
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૩૧ ઉત્તરઃ આ કથનથી સુત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે વસ્તુતઃ કાળ સ્વતંત્ર દ્રવ્યરૂપે સર્વસંમત નથી. પ્રશ્ન: સૂત્રકાર કાળનું વર્ણન કેવી રીતે કરે છે? ઉત્તરઃ કાળ અનંત પર્યાયવાળે છે. વર્તના આદિ પર્યાય તે પહેલાં કહી ચૂકયા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે, વર્તમાનકાળરૂપ સમયપર્યાય તે ફક્ત એક જ હોય છે, પર ંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હાય છે, આથી કાળને અનત સમયવાળા કહ્યો છે. પ્રશ્ન: કાળને અસ્તિકાય નહિ કહેવાનું કારણ શું ? ઉત્તર : તેમાં ભૂતકાળ ભળતા નથી, અનાગત કાળની અનુત્પત્તિ છે તે માત્ર વમાન સમયની પ્રરૂપણા જ છે. -પ્રયાજક હવે ગુણનું સ્વરૂપ વર્ણવે છે: વ્ય—ગ્ द्रव्याश्रया निर्गुणा गुणाः |४०| (ન્યાશ્રયા:-નિર્ગુના:+મુળા:) શબ્દા સમયા: આશ્રયવાળા શુળા:-ગુણા સૂત્રા: જે દ્રવ્યમાં હમેશાં રહે છે, અને ગુણરહિત છે તે ગુણ છે.. = નિર્દેળા ----ગુણરહિત ΟΥ વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન: ગુણ અને પર્યાય વચ્ચે શે। તફાવત છે? ઉત્તરઃ જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે અને નિર્ગુણ છે, તથાપિ તે ઉત્પાદ-વિનાશવાળા હેાવાથી દ્રવ્યમાં સદા રહેતા નથી પરંતુ ગુણ તેમાં નિત્ય હાવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287