________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૨૭ - પ્રશ્નઃ એક સમયમાં એક દિવ્યમાં કયા પર્યાય મળી આવે છે અને કયા નથી મળી આવતા?
ઉત્તરઃ ભિન્નભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે, પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં
' હોતા નથી. - . . પ્રશ્ન : આત્મા અને પુદ્ગલનો મુકાબલો કરો.
ઉત્તરઃ આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે, કેમકે એમનામાં ચેતન આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનંત ગુણ છે. જ્ઞાન-દર્શનરૂપ વિવિધ ઉપયોગ આદિ તથા નીલપીનાદિ વિવિધ અનંત પર્યાયો છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગરૂપમાં અને પુદ્ગલરૂ૫ શક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીત આદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રૂપે રૂપશક્તિ પુદ્ગલ દ્રવ્યથી અને પુદ્ગલગત અન્ય શક્તિઓથી પૃથક થઈ શકતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્નભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગોના સૈકાલિક પ્રવાહની કારણભૂત એક ચેતનાશક્તિ છે, અને એ શક્તિના કાર્યભૂત પર્યાયપ્રવાહ ઉપયોગાત્મક છે. પુદ્ગલમાં પણ કારણભૂત રૂપશક્તિ છે. અને નીલપીત આદિ વિવિધ વણ પર્યાય-પ્રવાહ તે રૂપશક્તિનું કાર્ય
છે. આત્મામાં ઉપયોગાત્મક પર્યાય-પ્રવાહની માફક સુખદુઃખ; '' વેદનાત્મક પર્યાય-પ્રવાહ, પ્રત્યાત્મક પર્યાય-પ્રવાહ વગેરે અનંત , , પર્યાય પ્રવાહ એકસાથે ચાલુ રહે છે. આથી એમાં ચેતનાની માફક
તે તે સજાતીય પર્યાય-પ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય આદિ એકએક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આ રીતે પુદ્ગલમાં પણ રૂપપર્યાય પ્રવાહની માફક ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત - પર્યાય-પ્રવાહ સદા ચાલુ રહે છે. આથી પ્રત્યેક પ્રવાહની કારણભૂત