________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૨૩.
હોય તેા પણ બંધ માનવામાં આવે છે. ફ્ક્ત એક અંશ અધિક હાય તે બંધ માનવામાં આવતા નથી.
પ્રશ્નઃ સ્નિગ્ધ-રૂક્ષત્વ બન્ને પોતપેાતાની જાતિની અપેક્ષાએ એકએકરૂપ હોવા છતાં પણ પરિણમનની તત્પરતાના કારણે અનેક પ્રકારના થાય છે તે દૃષ્ટાંત આપી સમજાવે.
ઉત્તર: તેમની તરતમતા ત્યાં સુધી થાય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ તથા ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશાત તફાવત હેાય છે. ઉદાહરણ તરીકે બકરી અને ઊંટડીના દૂધમાં સ્નિગ્ધત્વના તફાવત જેશું તે જો કે બન્નેમાં સ્નિગ્ધત્વ તા હેાય છે છતાં એકમાં ઘણું એછું અને બીજામાં ઘણું વધારે.
પ્રશ્ન: જધન્ય અંશ કાને કહેવાય?
ઉત્તર ઃ તરતમતાવાળા સ્નિગ્ધત્વ અને ક્ષત્વ પરિણામેામાં જે પરિણામ સૌથી નિકૃષ્ટ અથવા અવિભાજ્ય હેાય તે જધન્ય અંશ કહેવાય છે.
પ્રશ્ન : જધન્યેતર અંશ કાને કહેવાય?
ઉત્તર: જધન્યને છેાડીને બાકીના બધા જધન્યેતર કહેવાય છે. જેથી તેમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી છે.
પ્રશ્ન: જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામ સમજાવે. ઉત્તરઃ જે સ્નિગ્ધત્વ પરિણામ સૌથી અધિક હોય તે ઉત્કૃષ્ટ, અને જધન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે મધ્યમ; અતિ નિકૃષ્ટ પરિણામને જધન્ય કહેવામાં આવે છે.
*
પ્રશ્નઃ બે જધન્ય સ્નિગ્ધત્વને એક અંશ કહેવામાં આવે તે તેના ઉત્કૃષ્ટમાં કેટલા અંશ સમજવા
ઉત્તરઃ - ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વમાં અનંતાનંત અધિક ગુણ્ણા સમજવા. પ્રશ્ન: મધ્યમ અંશે કાને સમજવા?