________________
૨૧૮
- તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા કરવામાં આવે છે ત્યારે દિવ્યદૃષ્ટિસિદ્ધ નિત્યત્વ મુખ્ય હોતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બંને ધર્મોની વિવક્ષા એકીસાથે થાય છે ત્યારે બંને ધર્મોનું યુગપત પ્રતિપાદન કરે એ વાચક શબ્દ ન હોવાથી આત્માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાઓના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર રચનાઓ બને છે. જેમકે નિત્યનિત્ય, નિત્ય અવક્તવ્ય, અનિત્ય અવક્તવ્ય અને નિત્ય, અનિત્ય અવક્તવ્ય. આ સાત વાક્યરચનાઓને સપ્તભંગી કહે છે. આમાં પહેલાં ત્રણ વાક્યો અને તેમાં પણ બે વાક્યો મૂળ છે. જેમ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્ય અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કોઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે. તેમ બીજા પણ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ કિન્તુ પરસ્પર વિરુદ્ધ દેખાતા સત્ત્વ-અસત્વ, એકવ-અનેકત્વ વાગ્યવ-અવાચ્યત્વ આદિ ધર્મયુગ્મોને લઈને સપ્તભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેક ધર્માત્મક અને અનેક પ્રકારના વ્યવહારનો વિઘય મનાય છે. વસ્તુ એક હોવા છતાં અનેકરૂપ છે ,
अर्पित अनर्पित सिद्धेः* : નેપાળ સે સવૅનાથ .
जेसव्वंजाणइ से एगंजाणइ ।। તથા માવઃ સર્વથા ચેન દE:
सर्वेभावाः सर्वथा तेन दृष्टाः ॥
માવાઃ સર્વથા ચેન દંડદાદા'
કે સરળ સ્યાદ્વાદ મતસમીક્ષા (તૃતીય આવૃત્તિ)માંથી પાનું ૧૮. "