________________
૧૯૧
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્નઃ સાંખ્ય ન્યાય, વૈશેષિક આદિ દર્શનોમાં આકાશ દ્રવ્ય માનવામાં આવ્યું છે, પરંતુ ધર્મ, અધમ ને બીજા કોઈએ માન્યાં નથી, તે પછી જૈન દશને એમને સ્વીકાર કેમ કર્યો છે? ' ઉત્તરઃ જડ અને ચેતન દ્રવ્ય જે દશ્ય અને અદશ્ય વિશ્વનાં ખાસ અંગ છે, એમની ગતિશીલતા તો અનુભવસિદ્ધ છે. જે કોઈ નિયામક તવ ના હોય તો તે દિવ્ય પિતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશમાં કયાંય પણ ચાલી જઈ શકે છે. ખરેખર જે એ અનંત આકાશમાં ચાલ્યાં જ જાય, તો આ દસ્પાદસ્થ વિશ્વનું નિયત સ્થાન જે સદા સામાન્યરૂપે એકસરખું નજરે પડે છે તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમકે અનંત પુદ્ગલ અને અનંત જીવ વ્યક્તિઓ પણ અનંત પરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે. તેથી એ એવાં પૃથફ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તે કઠિન તો જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દિવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વનો સ્વીકાર જેના દર્શન કરે છે. એ જ તત્વ ધર્માસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાને નિયામકરૂપે ઉપરના તત્ત્વનો સ્વીકાર કર્યા પછી પણ એ જ દલીલથી સ્થિતિમર્યાદાના નિયામકરૂપે અધમસ્તિકાય તત્ત્વને સ્વીકાર પણ જૈન દર્શન કરે છે.
પ્રશ્નઃ દિગદ્રવ્યને આકાશથી શાથી જુદું મનાતું નથી ?
ઉત્તર પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્રવ્યનું કાર્ય મનાય છે, તેની ઉત્પત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિવ્યને
આકાશથી જુદું માનવાની જરૂર નથી. આ પ્રશ્ન : ધર્મ, અધર્મ દ્રવ્યને આકાશથી જુદું-સ્વતંત્ર ના માનીએ - તો શું વાંધે આવે?