________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રકારના મૂળ પરમાણુઓમાંથી જુદાં જુદાં ભૂતો (તો) પરિણામ પામેલાં છે. જે કારણથી પરમાણુઓ ભેગાં મળીને જુદાં જુદાં ધણુક વગેરે થાય છે તે જ કારણોથી તને રાસાયણિક સંચોગ બને છે.
કેવળ સાથે મૂકવાથી જ સંયોગ થતો નથી. સંગ બને તે માટે પરમાણુઓનું આકર્ષણ-વિકણિ થવાની જરૂર છે.
આકર્ષણવિકણિ જુદીજુદી સ્થિતિઓમાં બને છે. સાધારણ રીતે પુલનો દરેક પરમાણુ વિષમગુણયુક્ત પરમાણુ સાથે સંયોગમાં આવે છે. આ સંગ થાય તે માટે રૂક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ જેવા ખાસ વિરોધી ગુણોની જરૂર છે, પણ જ્યાં ગુણો વિરોધી છતાં જઘન્ય ગુણવાળા હોય ત્યાં સંયોગ થવો અસંભવિત છે. સાધારણ રીતે કહીએ તો બન્ને પિઝિટિવ અને બન્ને નેગેટિવ (એટલે બને એક જ ગુણવાળા) પરમાણુઓ જોડાતા નથી. વળી વિરુદ્ધ ગુણવાળા બે પરમાણુઓ હોય છતાં એકનું સામર્થ્ય બીજા કરતાં બમણું હોય તો, અથવા તે કરતાં પણ વધારે હોય તો એક જ - સરખા ગુણવાળા પરમાણુઓ પણ એકબીજા પ્રતિ આકર્ષાય. દરેક બાબતમાં આકર્ષણવિકણના નિયમ પ્રમાણે બને પરમાણુઓની સ્થિતિમાં ફેરફાર થાય છે. અને સ્કન્ધના ભોતિક લક્ષણોનો આધાર પણ આકર્ષણવિકર્ષણ ઉપર આધાર રાખે છે. સરખા સામર્થ્યવાળા પણ વિરુદ્ધ ગુણવાળા પરમાણુઓ એકબીજા પર અસર કરે છે, પણ જે સામર્શમાં ફેર હોય તો વધારે સામર્થ્યવાળા પરમાણુ ચેડા સામર્થ્યવાળા પરમાણુ પર અસર કરે છે. તેના ગુણનો ફેરફાર આ આકર્ષણવિકર્ષણ પર આધાર રાખે છે. રાસાયણિક સંયોગને વાસ્તે જે આનીવાદ છે, તેની આ શરૂઆત છે. આ શરૂઆત છે કે અસંસ્કૃત છે, છતાં તે ઘણું સૂચવે છે અને વસ્તુઓને ઘસવા વગેરે સુંવાળી અને ખરબચડી સપાટીનું નિરીક્ષણ કરવાથી શોધી કાઢી હોય એમ લાગે છે. રૂક્ષ અને નિષ્પનો અર્થ સૂકું અથવા ભીનાશ.