________________
. ૧૯૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ધો:–અધર્માસ્તિકાયને પાર –ઉપકાર છે-કાર્ય છે મારા--આકાશનું અવસા–અવકાશ
સૂત્રાર્થ: (૧૭) ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું એ જ . અનુક્રમે ધર્મ, અધર્મ દ્રવ્યોનું કાર્ય છે. (૧૮) અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે. -
વિશેષાર્થ-સમજુતી પ્રશ્નઃ આગમ-પ્રમાણથી ધર્મ, અધર્મનું અને આકાશનું, અસ્તિત્વ કેવી રીતે મનાય છે?
: . . . . ઉત્તર: ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અમૃત હોવાથી ઈન્દ્રિયગમ્ય નથી, એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા થઈ શક્તી નથી. જો કે આગમ-પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે તેમ યુક્તિપૂર્વક પણ તે સિદ્ધ ઠરે છે. જે ઉક્ત દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે, તે યુક્તિ એ છે કે જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક - સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુગલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ
બંને ઉક્ત ધર્મ અને અધર્મનાં પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી એ જ પેદા થાય છે, અર્થાત્ ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ જીવ અને પુગલ જ છે, પણ નિમિત્ત-કારણ જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાને કારણથી ભિન્ન હોવું જ જોઈએ. એથી જીવ-પુદ્ગલની ગતિમાં નિમિત્તરૂપે ધર્માસ્તિકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી * શાસ્ત્રમાં ધમસ્તિકાયનું લક્ષણ જ ગતિશીલ પદાર્થોની ગતિમાં
નિમિત્ત થવું અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવું , એટલું જ બતાવ્યું છે. આ - - પ્રશ્નઃ આકાશાસ્તિકાયનું લક્ષણ શું છે?
ઉત્તરઃ પિતાનામાં અવકાશ સ્થાન આપવું એ આકાશનું કાર્ય ' છે. એથી જ અવકાશ-પ્રદાન એ જ આકાશનું લક્ષણ મનાયું છે.