________________
- ૧૮૬
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન ત્યારે જીવદ્રવ્યનું આધારક્ષેત્ર ઓછામાં ઓછું અને અધિક" માં અધિક કેટલું માનવામાં આવે છે?
ઉત્તર: એક જીવનું આધારક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી હોઈ શકે છે.
પ્રશ્ન: કાકાશના અસંખ્યાત પ્રદેશ પરિમાણની કલ્પના કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તરઃ જે કે લોકાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે તો પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી લોકાકાશના એવા અસંખ્યાત ભાગની કલ્પના કરી શકાય છે કે જે ' અંગુલાસંખ્યય ભાગ પરિમાણ હોય છે. આટલો નાનો એક ભાગ - પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. એ એક ભાગમાં કોઈ એક .. જીવ રહી શકે છે. એટલા એટલા બે ભાગમાં પણ રહી શકે છે. એ રીતે એક એક ભાગ વધતાં વધતાં આખરને સર્વ લેકમાં પણ એક છવ રહી શકે છે, અર્થાત્ જીવેદવ્યનું નાનામાં નાનું આધારક્ષેત્ર અંગુલાસંમેય ભાગ પરિમાણ લોકાકાશને ખંડ હોય છે જે સમગ્ર લોકાકાશને એક અસંખ્યાત ભાગ જ હોય છે. આ પ્રશ્ન જીવના આધારક્ષેત્ર સંબંધી હકીકત જણાવો. .
ઉત્તર: એ જીવનું કાળાન્તરે અથવા એ જ સમયે બીજા જીવનું કંઈક મોટું આધારક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવે . છે. આ રીતે એ જીવનું અથવા જીવાત્રનું આધારક્ષેત્ર ત્રણગણું, -ચારગણું, પાંચગણું આદિ ક્રમથી વધતાં વધતાં ક્યારેક અસંખ્યાતગણું ' અર્થાત સર્વ કાકાશ થઈ શકે છે.
પ્રશ્ન: એક જીવનું આધારક્ષેત્ર સર્વ લોકાકાશ ક્યારે થઈ શકે?
ઉત્તર: એક જીવનું આધારક્ષેત્ર સર્વ લોકાકાશ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે જીવ કેવલી સમુઘાતની દશામાં હોય છે. આ