________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૪૩ . બાકીના દેવો બે બે કલ્પમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને - સંકલ્પ દ્વારા વિષયસુખ ભોગવે છે. * બીજા બધા દેવો પ્રવીચારરહિત. અર્થાત વૈયિક સુખ ભોગથી - રહિત હોય છે.
વિશેષાથ-સમજાતી * ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા વર્ગના વૈમાનિક, આટલા દેવો મનુષ્યની માફક કામસુખનો અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. "
ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દેવો મનુષ્યની સમાન સગોના શરીરમ્પ દ્વારા કામસુખ ભોગવતા નથી; કિન્તુ બીજીબીજી રીતે તેઓ વૈયિક સુખનો અનુભવ કરે છે. જેમકે, ત્રીજા
અને ચોથા સ્વર્ગના દેવો તે દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃણાની * શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે; પાંચમા અને છઠ્ઠા
સ્વર્ગના દેવ, દેવીઓના સુસજિત રૂપને જોઈને જ વિષયજન્ય સુખ-સંપ મેળવી લે છે; સાતમા અને આઠમા સ્વર્ગના દેવોની કામવાસના દેવીઓના માત્ર વિવિધ શબ્દ સાંભળવાથી શાન્ત થઈ જાય છે, અને તેમને વિષયસુખના અનુભવનો આનંદ મળે છે; નવમા અને દશમા, અગિયારમા અને બારમા એ બે જોડીઓના અર્થાત ચાર સ્વર્ગોના દેવની વૈષયિક તૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે, આ તૃપ્તિ માટે એમને દેવીઓને સ્પર્શની કે રૂપ જેવાની કે ગીત આદિ સાંભળવાની અપેક્ષા રહેતી નથી. સારાંશ એ છે કે બીજા સ્વર્ગ સુધી જ દેવીઓની ઉત્પત્તિ છે, એની ઉપર નથી; એથી જ્યારે તેઓ ત્રીજા આદિ ઉપરના સ્વર્ગમાં રહેતા - દેને વિષયસુખને માટે ઉત્સુક અને તે માટે તેઓને પિતા તરફ
આદરશીલ જાણે છે, ત્યારે ઉપરના દેવોની પાસે પહોંચી જાય છે. ' ' ત્યાં પહોંચતાંની સાથે જ એના હાથ આદિના માત્ર સ્પર્શથી ત્રીજા