________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૭૯
છે
યસંચા–અસંખ્યાત
શા–પ્રદેશે ધર્મ-ધર્માસ્તિકાય
ધર્મ-અધર્માસ્તિકાય ' Íવચ–જીવન
મારા–આકાશની બનતા:અનંત
સં –સંખ્યાત અસંચા:–અસંખ્યાત પુત્રાના”-પુગલના જિનહિ
મળો:–અણુના–પરમાણુના . સૂત્રાર્થ: (૭) ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે. (૮) એક જીવના પ્રદેશ અસંખ્યાત છે. (૯) આકાશના પ્રદેશ અનંત છે. (૧૦) પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. (૧૧) અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન : કાય શબ્દથી શું સમજવું? ઉત્તર પ્રદેશ પ્રચયરૂપ. પ્રશ્ન : પ્રદેશ કોને કહેવો?
ઉત્તર પ્રદેશનો અર્થ એક એવો સુક્ષ્મ અંશ છે કે, જેના બીજા : - અંશોની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ થઈ શકતી નથી. એવા : - અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરંશ અંશ પણ કહે છે. - ' પ્રશ્ન : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશ સંબંધી સમજાવો.
ઉત્તરઃ ધર્મ અને અધર્મ એ બંને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ . છે અને એમના પ્રદેશ–અવિભાજ્ય અંશ, અસંખ્યાત, સંખ્યાત છે; છે એમ કહેવાથી એ ફલિત થાય છે કે ઉક્ત બંને દ્રવ્યો એક એવા
અખંડ સ્કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ
ફક્ત બુદ્ધિથી કલ્પિત કહી શકાય છે, તે વસ્તુ ભૂત સ્કંધથી અલગ '' કરી શકાતો નથી. ' ' . '
;
*
*