________________
A
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૫૫ ૩-૪. ને યુતિઃ પ્રક્રિયા દ્વારા ગ્રાહ્ય વિષયને અનુભવ કરવો.એ સુખ છે. શરીર, વસ્ત્ર અને આભરણુ આદિનું તેજ એ ઘુતિ છે. એ સુખ અને દુતિ ઉપરઉપરના દેવામાં અધિક હોવાનું કારણ ઉત્તરોત્તર ક્ષેત્રસ્વભાવજન્ય શુભ પુદ્ગલ પરિણામની પ્રકૃષ્ટતા
૫. સેડ્યા વિશુદ્ધઃ લેશ્યાનો નિયમ આગળ તેવીસમા સુત્રમાં સ્પષ્ટ થશે. અહીં એટલું જાણી લેવું જોઈએ કે જે દેવોની : 'લેશ્યા સમાન છે તેમાં પણ નીચેની અપેક્ષાએ ઉપરના દેવની
લેશ્યા, સંકલેશના એછીપણાના કારણથી ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર જ હોય છે.'
૬. રૂવિષય: દૂરથી ઈષ્ટ વિષયોનું ગ્રહણ કરવાનું જે ઈન્દ્રિયોનું સામર્થ્ય તે પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સંલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હોય છે.
૭. સર્વાધિજ્ઞાનનો વિષચ: અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવોમાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવોને નીચેના : ભાગમાં રત્નપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યોજન - સુધી અને ઊંચા ભાગમાં પિતપોતાનાં વિમાન સુધી અવધિજ્ઞાનથી
જાણવાનું સામર્થ્ય હોય છે. ત્રીજા અને ચોથા સ્વર્ગમા દેવ નીચેના ' ભાગમાં શર્કરા પ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ જન
- સુધી અને ઊર્ધ્વ ભાગમાં પિપિતાના ભવન સુધી અવધિજ્ઞાનથી : જોઈ શકે છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાન
વાસી દે સંપૂર્ણ લોકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવોના * અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હોય છે, તેમાં પણ નીચેની અપેક્ષાએ - ઉપરના દેવને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હોય છે [૨૧] ' . . ચાર બાબતો એવી છે જે નીચેના દેવોની અપેક્ષાએ ઉપર
ઉપરના દેવમાં ઓછી હોય છે. જેમકેઃ