________________
૧૭૬
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સ્વરૂપને અને ચેતનાત્મક વિશેષ રૂપને ક્યારે પણ છોડતું નથી એ તેનું નિયત્વ છે, અને ઉક્ત સ્વરૂપને છેડડ્યા વિના પણ તે અજીવ તત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. સારાંશ એ છે કે પિતાના સ્વરૂપનો ત્યાગ ન કરવો અને પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ બંને અંશ—ધર્મ બધાં દ્રવ્યોમાં સમાન છે; એમાંથી પહેલો અંશ નિત્યત્વ અને બીજો અંશ અવસ્થિતત્વ કહેવાય છે. * પ્રશ્નઃ આ જગત અનાદિ નિધન શાથી કહેવાય છે ?' '
ઉત્તરઃ દ્રવ્યોના નિત્ય કથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતત્વના કથનથી એમને પરસ્પર સંકર-મિશ્રણ થતો નથી એમ સૂચવાય છે. અર્થાત તે બધાં દ્રવ્યો પરિવર્તનશીલ હોવા છતાં પણ પોતપોતાનાં સ્વરૂપમાં સ્થિત છે અને એકસાથે રહેવા છતાં પણ એકબીજાના સ્વભાવ-લક્ષણથી અસ્કૃષ્ટ રહે છે. એથી જ આ જગત અનાદિ નિધન પણ છે અને એનાં મૂળ તત્ત્વોની સંખ્યા પણ એક્સરખી રહે છે.
.
. . * પ્રશ્ન: ધર્માસ્તિકાય આદિ અજીવ પણ જે દ્રવ્ય છે અને તત્ત્વ પણ છે તો પછી એમનું કોઈ ને કોઈ સ્વરૂપ અવશ્ય માનવું પડશે; તે પછી એમને અરૂપી કેમ કહ્યાં ?
ઉત્તરઃ અહીં અરૂપીત્વને અર્થ સ્વરૂપનિષેધ નથી. સ્વરૂપ તે ધર્માસ્તિકાય આદિ તને પણ અવશ્ય હોય છે અને એમને જે કોઈ સ્વરૂપ જ ન હોય તો તે અશ્વશંગની માફક વસ્તુ તરીકે જ સિદ્ધ ન થાય. અહીં અરૂપીત્વ કથનથી રૂપ એટલે કે મૂર્તિને નિષેધ કર્યો છે. રૂપનો અર્થ અહીં મૂર્તિ જ છે. રૂ૫ આદિ સંસ્થાના પરિણામને અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સમુદાયને મૂર્તિ કહે છે. આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચાર તોમાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપીપદથી કહી છે. રૂપ, મૂર્તત્વ, મૂર્તિ