________________
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૫૩ તે કલ્પાત કહેવાય છે. આ બધા વૈમાનિક એક સ્થાનમાં હતા નથી કે તીરછી પણ હોતા નથી; કિન્તુ એકબીજાની ઉપરઉપર રહેલા હોય છે. [૧૮-૧૯] "
- કલ્પના સૌધર્મ, અશાન આદિ બાર ભેદ છે. એમાંથી સૌધર્મ કલ્પ તિૌક્રની ઉપર અસંખ્યાત યોજન ચડ્યા પછી મેના
દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશ પ્રદેશમાં રહેલો છે. એની ઉપર , કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાન કલ્પ છે. સૌધર્મ કલ્પની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને ઐશાનની ઉપર સમણમાં
મહેન્દ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલેક કલ્પ છે; - ' એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કલ્પો
એકબીજાની ઉપરઉપર છે. એમની ઉપર સૌધર્મ અને અશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પ છે. એમની ઉપર સમશ્રેણીમાં સાનકુમાર અને મહેન્દ્રની માફ આરણ અને અશ્રુત કલ્પ છે. આ કલ્પોની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુસ્થાકૃતિ લોકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાથી રૈવેયક કહેવાય છે. એમની ઉપર વિર્ય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિધાન છે. તે સૌથી ઉત્તર-પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અશ્રુત સુધીના દેવ કલ્પપપન્ન અને એમની
ઉપરના બધા દેવો કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી - સેવકભાવ છે પરંતુ કલ્પાતીતમાં નથી; ત્યાં તો બધા ઈંદ્ર જેવા હોવાથી * “અહર્મિક કહેવાય છે. મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય
તો કપ પન્ન દેવ જ જધ-આવે છે. કપાતીત પિતાના સ્થાનને છોડીને ક્યાં ય જતા નથી. [૨૦], ;
" હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરેત્તર અધિકતા - અને હીનતા કહે છે: ' , '
स्थितिप्रभावसुखातिलेश्याविशुद्धीन्द्रियाऽवधिविषयतोऽधिकाः ॥२१॥