________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
૧૫૧
છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલેાકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એક સે! ત્રીસ એક સે બત્રીસ છે. જેમકે જખૂદ્રીપમાં એ કે, લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં માર ખાર, કાલેાધિમાં ëતાલીસ બેંતાલીસ અને પુષ્કરાર્દમાં ખેાતેર ખેતેર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચંદ્રના પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અરૃયાશી ગ્રહ અને છાસઠ હજાર નવસે તે પંચાતેર કાટાકિટ તારાઓ છે. જો કે લેાકમર્યાદાના સ્વભાવથી જ જ્યેાતિષ્ક વિમાન સદાયે પોતાની જાતે જ કરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આલિયેાગ્ય-સેવક નામકર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દેવા એ વિમાનેને ઉપાડીને કરે છે. પૂર્વ દિશામાં સિંહાકૃતિ, દક્ષિણ દિશામાં ગજાકૃતિ, પશ્ચિમ દિશામાં બળદરૂપધારી અને ઉત્તર દિશામાં અશ્વરૂપધારી દેવ વિમાનની નીચે જોડાઇને ભ્રમણ કર્યાં કરે છે. [૧૪]
મનુષ્યલાકમાં મુર્તી, અહેારાત્ર, પક્ષ, માસ, આદિ; અતીત, વર્તમાન આદિ; તથા સંધ્યેય, અસંખ્યેય આદિપે અનેક પ્રકારને કાળવ્યવહાર થાય છે; એની બહાર નહિ. મનુષ્યલેાકની બહાર જો કાઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એવેા વ્યવહાર કરે તે પણ તે મનુષ્યલેકમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ; કેમકે વ્યાવહારિક કાળવિભાગના મુખ્ય આધાર માત્ર નિયત ક્રિયા છે. આવી ક્રિયા સૂર્ય, ચંદ્ર આદિ જ્યંતિષ્કાની ગતિ જ છે; ગતિ પણ સર્વ જ્યાતિષ્કામાં સર્વત્ર હાતી નથી, ફક્ત મનુષ્યલેાકમાં વર્તતા જ્યેાતિકેામાં જ હોય છે. એથી માનવામાં આવે છે કે કાળને વિભાગ જ્યેાતિષ્ઠાની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. દિન, રાત, પક્ષ આદિ જે સ્થૂલસ્થૂલ કાળવિભાગ છે તે સૂર્ય આદિ જ્યાતિષ્કાની નિયત ગતિ ઉપર અવંબિત હાવાથી એનાથી જાણી શકાય છે; સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જાણી શકાતા