________________
૧૪૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિશેષાર્થ-સમજૂતી ... - રાવા અવનતિઃ દશે પ્રકારના ભવનપતિ જંબુદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કોટાકોટિ લક્ષ જન સુધી રહે છે, અસુરકુમાર મોટે ભાગે આવાસોમાં અને ક્યારેક ભવનોમાં વસે છે, તથા નાગકુમાર આદિ બધા મોટે ભાગે ભવનમાં જે વસે છે. રત્નપ્રભાના પૃથ્વી પિંડમાંથી ઉચે, નીચે એક એક હજાર યોજન છોડી દઈને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજનપરિમાણ ભાગમાં આવાસો દરેક જગ્યાએ છે; પરતુ ભવનો તો રત્નપ્રભામાં નીચે નેવું હજાર એજનપરિમાણ.. ભાગમાં જ હોય છે. આવાસ મોટા મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવાં હોય છે. ભવન બહારથી ગેળ, અંદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકણિકા જેવાં હોય છે.
- બધા ભવનપતિ, કુમાર એટલા માટે કહેવાય છે કે તેઓ " કુમારની માફક જોવામાં મનોહર તથા સુકુમાર હોય છે, અને મૃદુ, '' મધુગતિવાળા તથા કીડાશીલ હોય છે. દશે પ્રકારના ભવનપતિનાં
. ચિહ્ન આદિ સ્વરૂપ સંપત્તિ જન્મથી જ પોતપોતાની જાતિમાં જુદી ' જુદી હોય છે. જેમકે અસુરકુમારને મુકુટમાં ચૂડામણિનું ચિહ્ન હોય
છે. નાગકુમારને નાગનું, વિઘુકુમારોને વજનું, સુપર્ણકુમારોને ગરુડનું, અગ્નિકુમારને ઘડાનું, વાયુકુમારોને અશ્વનું, સ્વનિતકુમારને વધમાન–શરાવની જોડીનું, ઉદધિમારોને મકરનું, દ્વીપકુમારોને સિંહનું અને દિકુમારને હાથીનું ચિહ્ન હોય છે. નાગકુમાર આદિ બધાઓનાં ચિહ્ન, એમના ભરણમાં હોય છે બધાનાં વસ્ત્ર, શસ્ત્ર, ભૂષણ આદિ વિવિધ હેાય છે. [૧૧] .
૧ “સંગ્રહણીમાં ઉદધિ કુમારને અશ્વનું અને વાયુમારને મકરનું ચિહ્ન લખ્યું આ છે; ગા. ૨૬.