________________
६४
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - જતાં જેમ પાણી નિર્મળ દેખાય છે અને કચરો પાણીની સપાટીતળે બેઠેલો દેખાય છે તેમ કર્મરૂપી કચરે નીચે બેસી જવાથી આત્માનું જે ઉજવલ પરિણામ થાય છે તે ઉપશમ છે. - " . "
'ક્ષાયિક: કર્મના ક્ષયથી જે પેદા થાય તે ક્ષાવિક છે. તેથી આત્મા પરમ વિશુદ્ધ થાય છે, કારણ કે જળમાંથી કચરે તદ્દન નાશ થવાથી જળ તદ્દન નિર્મળ થાય છે તેમ આત્મામાંથી કમળ જતો રહેવાથી આત્મા પરમ વિશુદ્ધ થાય છે. ..
- ક્ષાપશર્મિક ક્ષય અને ઉપશમથી પેદા થાય તે ક્ષાપશમિક છે. લોપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે. આ શુદ્ધિ કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ જોવાને લીધે માદક શક્તિ કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કોદરાની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે.
ઔદયિકઃ ઉદયથી પેદા થાય તે ઔદયિક ભાવ છે. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે. જેમ મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી (કર્મપરિપકવ થયે) ઉત્પન્ન થાય છે.
પરિણામિક દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન, તે પારિમિક ભાવ કહેવાય છે. જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે તે પરિણમિક ભાવ કહેવાય છે.
પ્રશ્નઃ સમસ્ત મુક્ત અને સંસારી જીવોમાં કેટલા અને કયા કયા ભાવો હોય છે? . . - ઉત્તરઃ સમસ્ત મુક્ત જીવમાં ફક્ત બે ભાવ હોય છેઃ (૧) ક્ષાયિક અને (૨) પારિમિક. સંસારી જેમાં કોઈ ત્રણ ભાવવાળા અને કઈ ચાર ભાવવાળાઓ, અને કઈ પાંચ ભાવવાળા હોય છે. બાકી બે ભાવવાળું તેમાં કોઈ હોતું નથી. • • આ પ્રશ્નઃ વિભાવિક અને સ્વાભાવિક ભાવવાળા કેને કહેવા?