________________
૧૩૨
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા જે નામ છે, તે જ ધાતકીકમાં આવેલા મેર આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધ એવા બે ભાગ છે. પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધને વિભાગ બે પર્વતથી થઈ જાય છે, તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને પ્રખ્યાકાર–બાણની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેર, સાત સાત વર્ષ અને શું છે વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જંબુદ્વીપમાં છે, તે ધાતકીખંડમાં બમણાં છે. ધાતકીખંડને પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્હ રૂપે વિભક્ત કરતાં દક્ષિણથી ઉત્તરે ફેલાયેલા ઈશ્વાકાર –બાણના આકારના બે પર્વત છે; તથા પૂર્વ અને પશ્ચિમાદ્ધમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે. તે બધા એક બાજુએ કાલોદધિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણે દધિને સ્પર્શ કરે છે. પૂર્વાદ્ધ અને પશ્ચિમમાં રહેલા છ છ વર્ષધોને પૈડાની 2. નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તો એ વર્ષધરો
ના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ.'
મેરુ, વર્ષ અને વર્ષધરોની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરધ્વંદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. તે બાણકાર પર્વતોથી વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને
પશ્ચિમાર્દમાં રહેલા છે. આ રીતે સરવાળે કરતાં અઢી દીપમાં કુલ . પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્રે પાંચ દેવમુરુ, પાંચ ઉત્તર
કુરુ, પાંચ મહાવિદેહની એકસ સાઠ વિજય અને પાંચ ભરત તેમજ પાંચ રાવતના બસો પંચાવન “આદેશ છે. અંતરીપ ફક્ત લવણ" સમુદ્રમાં હોવાથી કંપની છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષોત્તર” નામનો - પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગેળાકાર
ભે છે અને મનુષ્યને ઘેરે છે. જંબુદ્દીપ, ધાતકીખંડ અને અર્થે પુષ્કરદ્વીપ એ અઢી દ્વીપ તથા લવણ અને કાલોદધિ એ બે સમુદ્ર
} :
c.