________________
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩૩ છે એટલે જ ભાગ “મનુષ્યલોક' કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્ય
લોક અને ઉક્ત પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડયું છે કે, - એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતો નથી.
"ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કેાઈ મનુષ્ય અઢી : ' દીપની બહાર જઈ શકે છે, પરંતુ એમાં પણ જન્મ, મરણ માનુષ
સરની અંદર જ થાય છે. [૧૨-૧૩] . . મનુષ્યનાતિનું ચિત્તિક્ષેત્ર અને પ્રશ્ન : માનુષેત્તરની પૂર્વે જે અઢી દીપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એનો એ અર્થ નથી કે તે દરેક જગ્યાએ છે. એને ભાવાર્થ એ છે કે જન્મથી તો મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અહીદ્વીપની અંદર હેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરદીપ કહ્યાં છે એમાં છે; પરતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદીપના તથા બે સમુદ્રના કોઈ પણ ભાગમાં દેખાય છે. એટલું જ નહિ
પણ મેરુપર્વતની ચૂલિકા–ચોટલી ઉપર પણ તે ઉકત નિમિત્તથી રહી - શકે છે. એમ હોવા છતાં પણ તેઓ ભારતીય છે, તેઓ હૈમવતીય ' છે ઇત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબંધથી અને તેઓ જેબૂદ્વીપીય
છે, તેઓ ધાતકીખંડીય છે ઇત્યાદિ વ્યવહાર તેમના દ્વીપના સંબંધથી સમજવું જોઈએ. [૧૪]
મનુષ્યજાતિના મુખ્યપણે બે ભાગ છે: “આર્ય” અને “સ્વેછે. નિમિત્તભેદથી છ પ્રકારના આર્ય માનવામાં આવે છે. જેમકે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કર્મથી, શિલ્પથી અને ભાષાથી. ક્ષેત્રઆર્ય
તે છે જે પંદર કર્મભૂમિમાં અને એમાં એ પણું આર્ય દેશમાં - ૧ પાંચ ભરત અને પાંચ અવતમાં સાડી પચીસ સાડી પચીસ આર્યદેશ ' ગણાવ્યા છે. આ રીતે એ બસે પંચાવન આર્યદેશ અને પાંચ વિદેહની એકસે .: સાઠ ચક્રવર્તી વિજય જે આદેશ છે, તેમને છોડીને બાકીના પંદર કર્મભૂમિ ' , એના ભાગ આચંદેશરૂપે માનવામાં આવતા નથી.'