________________
૧૩૪
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પેદા થાય છે. જે ઈક્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાતિ, કુર, ઉગ્ર, આદિ વિશેમાં પેદા થાય છે, તે જાતિઆર્ય' કહેવાય છે. કુલકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, અને બીજા પણ જે વિશુદ્ધ કુળવાળા છે, તે “કુળઆર્ય છે. યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનારા કર્મઆર્ય છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિંદ્ય આજીવિકાથી જીવે છે, તે શિલ્પઆર્ય છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ રીતે બોલવા આદિનો વ્યવહાર કરે છે, તે “ભાષાઆર્ય છે. એ જ પ્રકારના આર્યોથી ઊલટાં લક્ષણવાળા બધા મહેચ્છરે છે. જેમકે, શક, યવન, કંબોજ, શબર, પુલિંદ, આદિ. છપન અંતરદ્વીપમાં રહેતા બધા યે અને કર્મભૂમિમાં પણ જે અનાર્યદેશત્પન્ન છે તે પણ પ્લેચ્છ જ છે. [૫]
#મિત્રોનો નિર્દેશઃ જેમાં મોક્ષમાર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનારા તીર્થંકર પેદા થઈ શકે છે, તે જ ક્રમ છે. અઢીદ્વીપમાં મનુષ્યની પેદાશવાળાં પાંત્રીસ ક્ષેત્રે અને છપન અંતરદ્વીપ કહેવાય છે; એમાંથી ઉક્ત પ્રકારની કર્મભૂમિઓ પંદર જ છે. જેમકે, પાંચ ભરત, પાંચ અરાવત અને પાંચ વિદેહ. એમને બાદ કરીને બાકીનાં વીસ ક્ષેત્ર તથા બધા અંતરઠીપ. સામૂમિ જ છે. જો કે દેવકુરુ અને ઉત્તરકુરુ એ બે વિદેહની અંદર જ છે, તે પણ તે કર્મભૂમિએ નથી; કેમકે એમાં યુગલધર્મ હોવાને કારણે ચારિત્રનો સંભવ ક્યારે ય પણ હોતો નથી, જેમ હૈમવત આદિ અકર્મભૂમિમાં નથી. [૧૬] . '
૧ તીર્થંકર, ગણધર આદિ જેઓ અતિશયસંપન્ન છે, તે શિષ્ટ તેમની ભાષા - સંસ્કૃત, અર્ધમાગધી ઈત્યાદિ.
૨ આ વ્યાખ્યા પ્રમાણે હેમવત આદિ ત્રીસ ભેગભૂમિમાં અર્થાત અકર્મ. , ભૂમિમાં રહેનારા સ્કેચ છ જ છે. ' '