________________
* તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩૧ ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા–ચોટલી છે જે ચાળીસ યોજન ઊંચી છે, અને જે મૂળમાં બાર યોજંન, વચમાં આઠ યોજન અને
ઉપર ચાર યોજન પ્રમાણુ લાંબી-પહોળી છે. ' ' જમ્બુદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. તે વંશ”, “વર્ષ અથવા - “વાસ્થ” કહેવાય છે. તેમાં પહેલું ભરતું છે; તે દક્ષિણ તરફ છે.
ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્ય, રમકની ઉત્તરે હૈરણ્યવત અને હૈરણ્યવતની ઉત્તરે રાવત છે. વ્યવહારસિદ્ધ દિશાઓના નિયમ પ્રમાણે મેરુ પર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં રહેલો છે.
સાતે ક્ષેત્રોને એકબીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ-પર્વતો છે; તે “વર્ષધર કહેવાય છે. તે બળ પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમવાન પર્વત છે, હૈમવત અને હરિવર્ષને જુદા પાડનાર મહાહિમવાનું છે, હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે, વિદેહ અને ઉચ્ચકવર્ષની વચમાં નીલ પર્વત છે, રમ્યક અને હૈરણ્યવતને રૂકમી પર્વત ભિન્ન કરે છે,
હિરણ્યવત અને અરાવતને જુદા પાડનાર શિખરી પર્વત છે. [૮-૧૧] '' ધાતણૂંક અને પુરાઈ : જીપની અપેક્ષાએ ધાતકી
ખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા બમણી છે; અર્થાત એમાં બે મેર, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે, પરંતુ નામ એક સરખાં જ છે. તાત્પર્ય કે જંબુદ્દીપમાં આવેલા મેર, વર્ષધર અને વર્ષનાં
૧ દિશાનો નિયમ સૂર્યના હદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યની તરફ મેટું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે ઐરાવતમાં સૂર્યોદયની છે. તેથી ત્યાં પણ સૂર્યોદય તરફ મેટું કરતાં મે ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજા ક્ષેત્રેમાં પણ મેનું ઉત્તરવર્તિપણે સમજી લેવું.
-