________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા . .'' ૧૨૯ અને પૂર્વથી પશ્ચિમ લંબાયેલા એવા હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધર–વંશધર પર્વત છે.
ધાતકીખંડમાં પર્વત તથા ક્ષેત્રો જેબૂદીપથી બમણાં છે. પુષ્કરાર્ધદ્વીપમાં પણ એટલો જ છે. કે માનુષ્યોત્તર નામક પર્વતના પૂર્વભાગ સુધી મનુષ્ય છે.
તે આર્ય અને પ્લેચ્છ છે. : દેવર અને ઉત્તરકુરુ બાદ કરી ભરત, ઐરાવત તથા વિદેહ એ બધી કર્મભૂમિઓ છે.
મનુષ્યોની સ્થિતિ–આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પપમ સુધી અને જઘન્ય અંતર્મુર્ત પ્રમાણ હોય છે. - તથા તિર્યંચોની સ્થિતિ પણ એટલી જ છે.
' વિશેષાર્થ-સમજૂતી . દીવ ને સમુદ્ર: મધ્યમ લોકની આકૃતિ ઝાલરની સમાન કહેવાય છે; આ જ હકીકત દ્વીપ-સમુદ્રના વર્ણન દ્વારા સ્પષ્ટ કરી છે. ' , મધ્યમ લોકમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તે ક્રમથી દ્વીપની પછી
સમુદ્ર અને સમુદ્રની પછી દીપ એ રીતે ગોઠવાયેલા છે. એ બધાનાં નામ શુભ જ છે. અહીં દીપ-સમુદ્રના વિષયમાં વ્યાસ, રચના અને - આકૃતિ એ ત્રણ બાબતો બતાવી છે, જેનાથી મધ્યમ લેકનો આકાર . ગાલૂમ પડે છે.' ' થા: જંબુદ્દીપને પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ યોજન છે. લવણસમુને વિસ્તાર એનાથી બમણું છે. ધાતકીખંડનો લવણસમુદ્રથી બમણો, કાલોદધિનો ધાતકીખંડથી બમણે પુષ્કરવરદીપ કાલોદધિથી બમણ, અને પુષ્કરદધિસમુદ્રને પુષ્કરવારીપથી બમણો વિસ્તાર છે. આ જ વિસ્તારને ક્રમ છેવટ સુધી સમજવો જોઈએ, અર્થાત્ છેવટના દ્વીપ સ્વયંભૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણનો વિસ્તાર બમણો છે.