________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
૭૯
ઉત્તર: લબ્ધિ-ઇન્દ્રિય હોય ત્યારે જ નિવૃત્તિને સંભવ છે. નિવૃત્તિ સિવાય ઉપકરણેન્દ્રિય હાતી નથી. અર્થાત, લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયેગ હેાઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે તે જ ઉપકરણ અને ઉપયેાગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે તે જ ઉપયાગને સંભવ છે. સારાંશ એ છે કે પૂર્વ પૂર્વ ઇંન્દ્રિયા પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઇન્દ્રિયા પ્રાપ્ત થવાને સંભવ છે; પરંતુ એવા નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઇન્દ્રિયાની પ્રાપ્તિ થયે છતે જ પૂર્વ પૂર્વ ઇન્દ્રિયે પ્રાપ્ત થાય.
પ્રશ્ન: પાંચ ઇન્દ્રિયાનાં નામ કહેા.
ઉત્તર ઃ સ્પર્શેન્દ્રિય—ત્વચા, રસનેન્દ્રિયજીભ, ધ્રાણેન્દ્રિય-નાક, ચક્ષુરિન્દ્રિય આંખ અને શ્રોત્રેન્દ્રિય-કાન.
પ્રશ્ન ઃ
આ પાંચે ઇન્દ્રિયે! કેટલા પ્રકારની છે?
ઉત્તર : તે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયેાગરૂપ ચાર ચાર પ્રકારની છે.
પ્રશ્ન: પૂર્ણ અને અપૂર્ણ ઇન્દ્રિય કયારે કહેવાય ?
ઉત્તરઃ આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ-જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઇન્દ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિય- ' ની અપૂર્ણતા.
પ્રશ્નઃ ઉપયેગ તે જ્ઞાનવિશેષ છે અને તે ઇન્દ્રિયાનું મૂળ છે. એને ઇન્દ્રિય કેવી રીતે કહી?
C
ઉત્તર ઃ જો કે વાસ્તવિક રીતે ઉપયાગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, પરંતુ અહીં ઉપચારથી અર્થાત કાર્યને કારણમાં આરેાપ કરી એને પણ ઇન્દ્રિય કહી છે. ઇન્દ્રિયાનાં ઝેચા-વિષયે કહે છે.
स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः |२१| श्रुतमनिन्द्रियस्य | २२/