________________
૧૦૦
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સ્થૂલ છે. એ રીતે આહારક આદિ શરીર પણ પૂર્વપૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ પૂલ છે.
સારાંશમાં એ છે કે જે જે શરીરની રચના, બીજા શરીરની રચનાથી શિથિલ હોય છે તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂમ.
પ્રશ્ન: રચનાની શિથિલતાને અને સઘનતાનો આધાર શેના ઉપર છે તે દાખલા સાથે સમજાવો. . .
ઉત્તર ઃ તેનો આધાર પૌલિક પરિણતિ ઉપર છે. પુગલમાં અનેક પ્રકારનાં પરિણામો પામવાની શક્તિ છે એથી એ પરિમાણમાં
ડા હોવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે ત્યારે સ્થૂલ કહેવાય છે અને પરિમાણમાં બહુ હોવા છતાં પણ જેમ જેમ ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમકે ભીંડે અને હાથીને દાંત એ બંને બરાબર પરિમાણ(માપ)વાળા લઈને તપાસો. ભીંડાની રચના શિથિલ છે અને હાથીને દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણ બરાબર હોવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનું પદ્ગલિક દ્રવ્ય અધિક છે. . ' સ્ફટ સમજ: એક શેર ૩, એક શેર લાકડાને ટુકડે અને
એક શેર લોખંડનો ટુકડે લઈ તપાસો. રૂ માપમાં અધિક છે, , પુગલો લાકડા કરતાં કમી છે. અને લાકડા કરતાં માપમાં રૂ. વધુ . છતાં શિથિલ છે. લાકડું લોખંડથી માપમાં વધુ છે અને પુદગલો - તેમાં ઓછાં છે (લોખંડ કરતાં). પરંતુ લાકડા કરતાં લોખંડ ગાઢ છે.
અર્થાત રૂમાં પુદગલો એાછાં છે અને માપ અધિક છે છતાં શિથિલ છે. લાકડાનું માપ રૂ કરતાં ઓછું છે અને પુગલો તેના કરતાં વધુ છે અને તે રૂથી વધુ ગાઢ છે. લોખંડનું માપ લાકડા કરતાં ઓછું છે. પુદ્ગલો, લાકડા કરતાં વધુ છે અને તેથી તે બંને કરતાં વધુ ગાઢ છે.. ” .
. . –પ્રોજક .