________________
" તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૦૭ - ઉત્તર: તેજસ અને કાર્મણ એ બે ને જન્મસિદ્ધ પણ નથી , અને કૃત્રિમ પણ નથી. અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિ સંબંહિ. ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંમૂછિમ એ બને જન્મમાં પેદા થાય છે. તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈક્રિય શરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉપપાત જન્મ દ્વારા પેદા થાય છે, અને .
એ દેવ તથા નારકેને જ હોય છે. કૃત્રિમ વૈક્રિયાનું કારણ લબ્ધિ - છે. લબ્ધિ એક પ્રકારની તજન્ય શક્તિ છે, જેને સંભવ કેટલાક
ગર્ભજ મનુષ્ય અને તિમાં હોય છે. આના અધિકારી ગર્ભજ મનુષ્યો તથા તિયે જ હોઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે તે તપિજન્ય હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ કેટલાક બાદર વાયુકાયિક જીવમાં જ માનવામાં આવે છે. આથી એ પણ લબ્ધિજન્ય
કૃત્રિમ ક્રિય શરીરના અધિકારી છે. આહારક શરીર કૃત્રિમ જ છે, છે એનું કારણ વિશિષ્ટ લબ્ધિ જ છે, જે મનુષ્ય સિવાય અન્ય જાતિ- માં હોતી નથી, અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે.
* પ્રશ્નઃ વિશિષ્ટ મુનિ કયા? .
ઉત્તરઃ ચતુર્દશ પૂર્વપાડી. . -
પ્રશ્નઃ તેઓ તે લબ્ધિનો પ્રયોગ ક્યારે અને શેના માટે કરે છે? * ઉત્તર : જ્યારે તેઓને કેાઈ સૂક્ષ્મ વિષયમાં સંદેહ હોય છે ત્યારે સંદેહ નિવારણને માટે તેઓ તેને ઉપયોગ કરે છે. અને તે સમયે
તે દ્વારા હાથ જેટલું નાનું શરીર બનાવે છે–તે શુભ પુગલોથી " . 1 ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે અને નિરવલ હોય છે. એ
અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યાધાતી હોય છે. આવા શરીર વડે તે સવંત્તની પાસે જઈ સંદેહ દૂર કરે છે; પછી, એ શરીર વીખરાઈ જાય છે. આ કાર્ય ફકત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે...