________________
૧૨૪
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા તેઓ બીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે નારકો પણ બિચારા. કર્મવશ અશરણ હોઇને આખું જીવન તીવ્ર વેદનાઓના અનુભવમાં જ વ્યતીત કરે છે. વેદના કેટલી યે હોય પરંતુ નારકને કેાઈનું શરણ પણ નથી અને અનપવર્તનીય–વચમાં ઓછું નહિ થનાર આયુષનાં કારણથી તેમનું જીવન પણ જલદી સમાપ્ત થતું નથી. [૫] '
નારોની સ્થિતિ: દરેક ગતિના જીવોની સ્થિતિ–આયુમર્યાદા જધન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની બતાવવામાં આવી છે. જેનાથી ઓછું ન હોઈ શકે તે જઘન્ય અને જેનાથી અધિક ન હોઈ શકે તે ઉત્કૃષ્ટ. આ જગ્યાએ નારકની ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. જઘન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલીમાં એક સાગરોપમની, બીજીમાં ત્રણની, ત્રીજીમાં સાતની, ચોથીમાં દસની, પાંચમીમાં સત્તરની, છઠ્ઠીમાં બાવીસની અને સાતમીમાં તેત્રીસ - સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
' - અહીં સુધી સામાન્ય રીતે અલોકનું વર્ણન પૂરું થાય છે. એમાં બે બાબતો ખાસ જાણી લેવી જોઈએઃ- ગતિ-આગતિ અને દીપ–સમુદ્ર આદિને સંભવ..
ત્તિ: અસંરી પ્રાણી મરીને પહેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે, છે, આગળ નહિ; ભુજપરિસર્ષ પહેલી બે ભૂમિ સુધી, પક્ષી ત્રણ ભૂમિ સુધી, સિંહ ચાર ભૂમિ સુધી, ઉરગ પાંચ ભૂમિ સુધી, સ્ત્રી છે ? ભૂમિ સુધી અને મત્સ્ય તથા મનુષ્ય મરીને સાત ભૂમિ સુધી જઈ શકે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય જ નરક ભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારિક નહિ; કારણે કે એમનામાં એવા વ્યવસાયને અભાવ છે. નારક મરીને ફરી તરત જ નરક ગતિમાં પેદા થતો નથી, અને તરત જ દેવગતિમાં પણ પેદા થતો નથી; એ ફક્ત તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પેદા થઈ શકે છે. ૧. જુઓ અ. ૪, સ. ૪૩-૪૪
* '