________________
તેવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૧૯ હજાર, ચેથીની એકલાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સોળ હજાર તથી સાતમીની જાડાઈ એક . લાખ આઠ હજાર યોજન છે. સાતે ભૂમિઓની નીચે જે સાત
ઘનોદધિવલય છે, એ બધાની જાડાઈ એકસરખી છે એટલે કે વીસ વીસ હજાર એજનની છે; અને જે સાત ઘનવાત તથા સાત તનુવાત વલયો છે એમની જાડાઈ સામાન્યરૂપથી અસંખ્યાત યોજનું પ્રમાણ હોવા છતાં પણ પરસ્પર તુલ્ય નથી; અર્થાત પ્રથમ ભૂમિની નીચેના ઘનવાતવલય તથા તનુવાતવયની અસંખ્યાત યોજન પ્રમાણ જાડાઈથી બીજી ભૂમિની નીચેના ઘનવાતવલય તથા તેનુવાતવલયની જાડાઈ વિશેષ છે. એ જ ક્રમથી ઉત્તરઉત્તરછઠ્ઠી ભૂમિને ઘનવાત,
તેનુવાતવલથથી સાતમી ભૂમિના ઘનવાત, તનુવાતવયની જાડાઈ " વિશેષ વિશેષ છે. એ રીતે આકાશનું પણ સમજવું.. -
પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. એ રીતે શર્કરા એટલે કે કાંકરાની બહુલતાને લીધે બીજી શર્કરા પ્રભા, વાલુકા એટલે કે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પંક એટલે કે - કાદવની અધિકતાથી ચોથી પંકપ્રભા, ધૂમ એટલે કે ધુમાડાની અધિકતાથી પાંચમી ધૂમપ્રભા, તમઃ એટલે કે અંધારાની વિશેષતાથી
છઠ્ઠી તમ પ્રભા અને મહાતમ એટલે ઘન અંધકારની પ્રચુરતાથી : સાતમી ભૂમિ મહાતમ:પ્રભા કહેવાય છે. એ સાતેનાં નામ ક્રમપૂર્વક
ધર્મો, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, માઘવ્યા અને માધવી છે. છે , રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ-ભાગ છે. પહેલો ખરકાંડ રત્નપ્રચુર
છે; જે સૌથી ઉપર છે. તેની જાડાઈ ૧૬ હજાર યોજન પ્રમાણ છે. એની નીચેને બીજો કાંડ પંકબહુલ કાદવથી ભરેલું છે, જેની જાડાઈ ૮૪ હજાર યોજન છે. એની નીચેનો ત્રીજો ભાગ જલબહુલ–પાણીથી
ભરેલો છે; જેની જાડાઈ ૮૦ હજાર યોજન છે. ત્રણે કાંડેની જાડાઈને | સરવાળો કરીએ તો એક લાખ એંશી હજાર જન થાય છે. આ
'