________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૦૫
સંસારભાવી નથી, કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય છે. એ મત પ્રમાણે અંતરાલ ગતિમાં ફક્ત કાર્પણુ શરીર હાય છે તેથી એ સમયે એક જ શરીર હોવાનો સંભવ છે.
છે લબ્ધિઓના એકીસાથે
પ્રશ્ન : વૈક્રિય અને આહારક એ પ્રયાગ થતા નથી તેનું શું કારણ?
ઉત્તર : વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્ત દશા હોય છે, પરંતુ આહારકના વિષયમાં એમ નથી; કેમકે આહારક લબ્ધિના પ્રયોગ તેા પ્રમત્ત દશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુભ અધ્યવસાયને સંભવ હેાવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની અને લબ્ધિઓના પ્રયાગ એકીસાથે થવા એ વિરુદ્ધ છે. સારાંશ કે એકસાથે પાંચે શરીર ન હોવાનું કહ્યું છે તે આવિભાવની અપેક્ષાએ, શક્તિરૂપે તે એ પાંચે હાઈ શકે છે કેમકે આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિના પણ સંભવ છે. પ્રયાજન.
પ્રશ્ન : શરીરનું પ્રયાજન શું?
ઉત્તર : શરીરનું મુખ્ય પ્રયેાજન ઉપભાગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે; કુક્ત અંતિમ કાર્પણ શરીરમાં તે સિદ્ધ થતાં નથી, માટે તેને નિરુપભાગ-ઉપભાગ રહિત કર્યું છે. પ્રશ્ન ઃ ઉપભાગને અર્થ શે?
ઉત્તર : કાન આદિ ઇંદ્રિયેાથી શુભ-અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી સુખ-દુ:ખના અનુભવ કરવા, હાથપગ આદિ અવયવેાથી દાન, હિંસા આદિ શુભ-અશુભ ક્રિયા દ્વારા શુભ-અશુભ કર્મરૂપી બંધ કરવા, અદ્દ કર્મના શુભ-અશુભ વિપાકના અનુભવ કરવા, અને પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા-ક્ષય-કરવી, એ બધા ઉપભાગ કહેવાય છે. .