________________
૧૧૪"
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા માં આવે તો તેને એકસાથે બાળી નાખે છે. બીજું દષ્ટાંતઃ સમાન રૂપે ભીનાં થયેલાં બે કપડાંમાંથી એકને વાળીને અને બીજાને છૂટું કરીને સૂકવવામાં આવે તો વાળેલું વિલંબથી અને છૂટું કરેલું જલ્દીથી સુકાઈ જશે. પાણીનું પરિમાણ અને શોષણક્રિયા સમાન હવા છતાં પણ કપડાના સંકોચ અને વિસ્તારના કારણથી એને સૂકવવામાં વિલંબ અને શીવ્રતાનો ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યને ભોગવવામાં પણ ફક્ત વિલંબ અને શીવ્રતાને જ તફાવત છે, બીજો કોઈ નહિ. એથી કૃતના આદિ દોષો આવતા નથી.
બીજો અધ્યાય સમાપ્ત '