________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૮૯
હાય છે. બાકી વક્ર ગતિમાં વાંકની સંખ્યાને કાઈ પણ નિયમ નથી. ગતિનું કાલમાન અંતરાલ ગતિનું કાલમાન જધન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનું હોય છે. જ્યારે ઋજુ ગતિ હોય ત્યારે એક જ સમય, જ્યારે વક્ર ગતિ હોય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. જે વક્ર ગતિમાં એક વાંક હાય એનું કાલમાન એ સમયનું, જેમાં એ હેાય તેનું કાલમાન ત્રણ સમયનું અને જેમાં ત્રણ હેાય તેનું કાલમાન ચાર સમયનું સમજવું. અહીં એ સમજવાનું છે કે ઋજુ ગતિથી જન્માન્તર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ્ય અને ગતિ-કર્મના ઉદય થઈ જાય છે. અને વક્ર ગતિવાળા જીવને પૂર્વ આયુષ્ય પૂર્ણ થાય કે તરત જ નવીન આયુ, ગતિ અને આનુપૂર્વી નામ કર્મને યથા સંભવ ય થઈ જાય છે, કારણ કે પ્રથમ વક્ર સ્થાન સુધી જ પૂર્વભવીય આયુ (આયુષ્ય) વગેરે ઉદય રહે છે.
અનાહારનું કાલમાન: મુચ્યમાન એટલે મેક્ષે જનાર જીવને માટે અંતરાલ ગતિમાં આહારને પ્રશ્ન જ નથી; કેમકે તે સૂક્ષ્મ સ્થૂલ બધાં શરીરેથી રહિત છે. પરંતુ એ પ્રશ્ન સંસારી જીવ માટે છે, આ બાબતના સારાંશ એ છે કે જી ગતિમાં અને એક વિગ્રહ ગતિમાં આહારક દશા જ રહે છે અને િિવગ્રહમાં તથા ત્રિવિગ્રહ ગતિમાં પ્રથમ અને ચરમ એ સમયેાને છેાડીને અનુક્રમે મધ્યવર્તી એક તથા એ સમય પર્યંત અનાહારક દશા રહે છે. કાઈ કોઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશા માનવામાં આવે છે. તે પાંચ સમયની, ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવું.
પ્રશ્નઃ અંતરાલ ગતિમાં શરીરપેાષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલેાના ગ્રહણના અભાવ તે સમજાયેા, પરંતુ એ સમયે કર્મ-પુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ? ઉત્તર ઃ કરાય છે.