________________
૮૮
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા જીવની સાથે. એ સમયે પણ હોય છે તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મ શરીરજન્ય પ્રયત્ન જ કામણયોગ કહેવાય છે. એ આશયથી.સૂત્રમાં કહ્યું છે કે વિગ્રહ ગતિમાં કાર્મયોગ જ છે.
ગતિને નિયમ ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છેઃ જીવ અને પુગલ. એ બન્નેમાં ગતિ-ક્રિયાની શક્તિ છે, તેથી તેઓ નિમિત્ત ભળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. ગતિના સંબંધમાં લખવાનું કે ગતિશીલ પદાર્થોની પ્રતિઘાતક-અટકાયત કરનાર નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાનથી પ્રયાણ સરળ રેખાથી થાય છે અને પ્રતિઘાતકે–અટકાયત કરનાર નિમિત્ત હોય ત્યારે વક્ર રેખાથી થાય છે.
ગતિના પ્રકાર: ગતિ ઋજુ અને વક્ર (વાંકી) બે પ્રકારની છે, ઋજુ ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળ રેખાને ભંગ ન થાય અર્થાત્ એક પણ વાંક લેવો પડે નહિ.” વક્ર ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં, સરળ રેખાનો ભંગ થાય. અર્થાત્ ઓછામાં ઓછો એક વાંક તો " અવશ્ય લેવો પડે. જીવો સંસારી અને મોક્ષના—બે પ્રકારના છે. જેઓ મોક્ષે જનારા છે, તેઓ નિયત સ્થાન પર ઋજુ ગતિથી જાય છે, પરંતુ સંસારી જીવન ઉત્પત્તિ સ્થાન માટે કોઈ નિયમ નથી. તેને
ક્યારે સરળ રેખામાં પણ જવાનું હોય છે તેમ ક્યારે વક્ર રેખામાં પણ જવાનું હોય છે, તેને આધારે તેને પૂર્વ કર્મ ઉપર છે. ઋજુ ગતિનું બીજું નામ ઈર્ષ ગતિ છે, કેમકે તે ધનુષ્યના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વ શરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે.
વક્ર ગતિનાં પાણિમુક્તા, લાંગલિકા, અને ગોમૂત્રિકા એવાં * ત્રણ નામ છે. જેમાંથી એક વાર સરળ રેખાને ભંગ થાય તે પાણિમુક્તા, - જેમાં બે વાર થાય તે લાંગલિકા અને જેમાં ત્રણ વાર થાય તે ગેમૂત્રિકા કહેવાય છે. જીવને અધિકમાં અંપિક ત્રણ વાંક જ લેવાના