________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રકટ થાય છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય કપાયના ક્ષયાપશમથી દેશવિરતિ પ્રકટ થાય છે, અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયાપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પર્યાયા સાથે પમિક છે.
પ્રશ્નઃ ઔદયિક ૨૧ પર્યાયે કયા છે? ઉત્તર: ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. કાય મેાહનીય કર્મના ઉદયથી ક્રાધ, માન, માયા અને લેાભ એ ચાર કષાય પેદા થાય છે. વેદ-મેાહનીય કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ અને નપુંસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વ મેાહનીયના ઉદયથી મિથ્યાદર્શન તત્ત્વ વિષે અશ્રદ્દા થાય છે. અજ્ઞાનતાનાવરણીય તથા દર્શનાવરણીયનું કુળ છે. અસંયત વિરતિને સર્વથા અભાવ, અનંતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્ર મેહનીયના ઉદયનું કળ છે. અસિદ્ધત્ત્વ-શરીરધારણ, વેદનીય, આયુ, નામ અને ગેાત્રકર્મના ઉદયથી થાય છે. કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલ એ છ પ્રકારની લેસ્યાએ કપાયે દયરંજિત યેાગપ્રવૃત્તિ કે યેાગ-પરિણામ, કષાયનાં ઉદ્યનું અથવા યેાગજનક શરીરનામ કર્મોના ઉદયનું ફળ છે તેથી જ ગતિ આદિ ઉપરના ૨૧ પર્યાય. ઔદયક કહેવાય છે.
.
પ્રશ્ન: પારિણામિક ભાવે કયા છે?
ઉત્તર : જીવત્વ (ચૈતન્ય), ભવ્યત્વ (મુક્તિની યાગ્યતા), અભવ્યત્વ (મુક્તિની અયેાગ્યતા), એ ત્રણ ભાવે સ્વાભાવિક છે, અર્થાત્ તે કર્મના ઉદયથી ઉપશમથી કે ક્ષયથી કે ક્ષયેાપશમથી પેદા થતા નથી, કિન્તુ અનાદિ સિદ્ધ, આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે. તેથી તે પારિણામિક છે.
પ્રશ્ન: શું પરિણામિક ભાવેા ત્રણ જ છે? ઉત્તરઃ નહિં, ભીન્ન પણ છે.