________________
૨૮
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
માત્રા પણ વધતી જાય છે, અને તેથી થેડા સમય પછી આ કંઈક'' છે એવા વિષયના સામાન્ય મેધ ‘અર્થાવગ્રહ' થાય છે. આ અર્થાવગ્રહના પૂર્વવર્તી જ્ઞાનવ્યાપાર જે ઉક્ત વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિની સાથે જ . ક્રમશઃ પુષ્ટ થતા જાય છે તે બધા વ્યંજનાવગ્રહ કહેવાય છે; પરંતુ તે જ્ઞાનવ્યાપાર ઉત્તરાત્તર પુષ્ટ થવા છતાં પણ તે એટલેા અલ્પ હોય છે કે એનાથી વિષયના સામાન્ય ખાધ પણ થતા નથી, આથી તેને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. અર્થાવગ્રહ છે તે પણ એક વ્યંજનાન વગ્રહનો એક છેલ્લે પુષ્ટ અંશ જ છે. વ્યંજનાવગ્રહથી અર્થાવગ્રહને અલગ કરવાનું કારણ કે અર્થાવગ્રહમાં ‘આ કંઈક' છે એવે છેલ્લે સામાન્ય જ્ઞાનમાધ થઈ શકે છે, જે વ્યંજનાવગ્રહમાં થતા નથી. તે અવ્યક્ત જ્ઞાન છે.
પ્રશ્ન: મંદક્રમ કર્યાં સુધી સમજવે ?
ઉત્તરઃ સંક્રમમાં જે ઉપકરણદ્રિય અને વિષયના સંયેાગની અપેક્ષા બતાવી છે તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે; ઇહા આદિમાં નહિ. અર્થાવગ્રહ પછી જ્ઞાનની ક્રમથી વિશેષ ધારા થાય તે ક્રમમાં આવે છે.
પ્રશ્ન: પટુક્રમ એટલે શું?
ઉત્તર : પટુક્રમમાં ઉપકરણુંદ્રિય અને વિષયના સંચેાગની અપેક્ષા નથી. ચેાગ્ય સાધન મળતાં ઇંદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે, અને ગ્રહણ થતાં જ શરૂઆતમાં અર્થાવગ્રહપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. સારાંશમાં કહેવાનું કે પટુક્રમમાં ઇંદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સંયેાગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે જેને પ્રથમ અંશ અર્થાવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિરૂપ ધારણા છે. પ્રશ્નઃ જ્ઞાનના અંશાનેા ક્રમ કેવી રીતે છે?