________________
૫૧
- -
' તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
' વળી જડ-ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે “સપ’ સામાન્ય ' તત્વ રહેલું છે, તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષોને લક્ષ્યમાં
ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચાર' વામાં આવે કે વિશ્વ બધું “સરૂપ” છે; કારણ કે સત્તા વિનાની કઈ : વસ્તુ જ નથી. ત્યારે તે સંગ્રહ નય થયો કહેવાય. ટૂંકાણમાં
લખવાનું કે જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું - એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહ નયની - શ્રેણિમાં મૂકી શકાય.
વ્યવહાર નય - વ્યવહાર નયની વ્યાખ્યાઃ સંગ્રહ ન ગૃહિત જે વસ્તુ તેને - ભેદાંતરે વિભાજન કહેતાં વહેંચવું તે વ્યવહાર નય છે. જેમ દ્રવ્ય એવું
સામાન્ય નામ કહ્યું તેમાં વહેંચણ કરીએ. જે દ્રવ્યના બે ભેદ છે: - (૧) જીવ દ્રવ્ય અને (૨) અજીવ દ્રવ્ય. વળી તેમાં પણ વહેચણ ' કરીએ. જે જીવના બે ભેદ : એક સિદ્ધના અને બીજા સંસારીના..-
એમ વહેચણ કરવી તે વ્યવહાર નયને સ્વભાવ છે. '', વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે , તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમનો વ્યવહાર-ઉપયોગ
કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે છે. કપરું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાંઓની સમજ ' પડતી નથી, અને માત્ર ખાદી લેવા ઈચ્છનાર કપડાંને વિભાગ કર્યા , સિવાય તે મેળવી નથી શકતો; કેમકે કપડું અનેક જાતિનું છે તેથી
ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. 1 તત્વજ્ઞાનના પ્રદેશમાં “સંદુરૂપ વસ્તુ જડ અને ચેતન બે પ્રકાર. ની છે, અને ચેતન તત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું : - છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથક્કરણોન્મુખ બધા '
વિચારો વ્યવહાર નયની શ્રેણિમાં મૂકવામાં આવે છે.