________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પદાર્થ સમજે છે. જેમ યુવતી, શ્યામા, ભામા, એ બધાને અર્થ શબ્દ નયથી તો સ્ત્રી થાય છે. આ વયમાં લિંગ, વચન, કારક, કાળભેદથી એક જ પદાર્થ સૂચવાય છે.
લિંગભેદ: તટ તટી અને તટમ, એમાં લિંગભેદ હોવા છતાં વાચ્યાર્થ તટ એક જ છે, અને તેમાં લિંગભેદ નથી.
વચનભેદ: સ્ત્રી, દારા, કલત્ર, આ શબ્દો એકવચન તેમ બહુવચન ઉભયમાં વપરાય છે. તેમાં વચનભેદ નથી. - કારકભેદઃ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ છે કે કારકને (વિભક્તિને) શબ્દ નય દૂર કરે છે. જેમ આ ઘટ છે. અહીં ઘટ શબ્દમાં છયે કારકનું દર્શન થઈ શકે છે. '
કાળભેદ: ગોવિંદ બચપણમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ હશે. અહીં ગોવિંદ શબ્દમાં કાળભેદ નથી.
સમાન અર્થવાચક જેટલા શબ્દો હોય તે શબ્દ ની કટિમાં આવે છે. આ માટે તેની વ્યાખ્યા એમ પણ આપી શકાય કે જે '.. વ્યાકરણ સંબંધી લિંગ, સંખ્યા (વચન), સાધન (કારક) અને કાળાદિના વ્યભિચાર(દોષ)ને દૂર કરીને જાણે અથવા કહે તેને શબ્દ નય કહે છે. તે ઉપરના દાખલા ઉપરથી જાણી લેવું. શબ્દ નયને વ્યુત્પત્તિ અર્થ: રાતે માતે વસ્તુ અને યુતિ ઃ જેનાથી વસ્તુ બોલાય છે તે શબ્દ.
વળી શાતિ કહેતાં બોલાવે તેને શબ્દ કહીએ. અથવા વિશે એટલે લાવીએ વસ્તુપણે તે શબ્દ કહીએ. તે શબ્દ જે વાચ-અર્થ તેને ગ્રહે એવું છે પ્રધાનપણું જે નયમાં તે પણ શબ્દ નય કહીએ. સમાનાર્થના બીજા દાખલાઓઃ ૫, રાજા ભૂપતિ, તેમ ઇદ્ર, શુક્ર અને પુરંદર.
* સમભિરૂઢ નય - જે વિચાર શબ્દની વ્યુત્પત્તિને આધારે અર્થભેદ કલ્પે તે સમભિ