________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૫૯
પર્યાયર્યાર્થિક નયમાં છે. નયેામાં પ્રથમના ત્રણ નય દ્રવ્યાયાર્થિક અને પછીના ચાર નયને પર્યાયાર્થિક નય કહેવાય છે.
નયદૃષ્ટિ, વિચારશ્રેણિ અને સાપેક્ષ અભિપ્રાય એ બધા શબ્દોને એક જ અર્થ છે. આ પ્રમાણે વ્યવહાર નય અને નિશ્ચય નય પણ માનવામાં આવે છે. વ્યવહાર નય એટલે સ્થૂલગામી અને ઉપચારપ્રધાન, ત્યારે નિશ્ચય નય એટલે સૂક્ષ્મગામી અને તત્ત્વસ્પર્શી. વળી શબ્દનય અને અર્ધનય પણ કહેલાં છે. જેમાં અર્થની વિચારણા પ્રધાનપણે હેાય તે અર્થનય અને જેમાં શબ્દનું પ્રાધાન્ય હોય તે શબ્દ નય. ઋજુસૂત્ર પર્યંત પહેલા ચાર અર્થેનય છે અને બાકીના ત્રણ શબ્દનય છે. ઉપર કહેલ દષ્ટિએ સિવાય બીજી પણ ઘણી દૃષ્ટિએ છે. જીવનના એ ભાગ છે: એક સત્ય જોવાને અને બીજો સત્ય પચાવવાને. જે ભાગ માત્ર સત્યને વિચાર કરે છે અથવા તત્ત્વને સ્પર્શે છે તે જ્ઞાનદષ્ટિ ‘જ્ઞાનનય’ કહેવાય છે અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા લેખે છે તે ક્રિયાદષ્ટિ ‘ક્રિયાનય’ કહેવાય છે. ઉપર વર્ણવેલા સાત નયે। તત્ત્વવિચારક હાવાથી જ્ઞાનનયમાં આવે છે અને તે નયને આધારે જે સત્ય શેાધાયું હેાય તે જીવનમાં મૂર્તિમંત કરવાની તરફેણ કરનાર દાષ્ટ તે ક્રિયાદષ્ટિ. ક્રિયા એટલે જીવનને સત્યમય બનાવવું.