________________
૫૮
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પણ અર્થભેદ કેમ ના મનાય?
જે એક સંજ્ઞા મળે તેવું નામાંતર માનીએ તો સર્વને સંકર થાય અને તેથી પર્યાયનું ભેદપણું રહે નહિ અને જે પર્યાયાંતર હોય તે તે ભેદપણે જ હોય, તેથી પર્યાયાંતરનું ભેદપણું જ રહ્યું તેથી . લિંગાદિ ભેદને સાપેક્ષપણે વસ્તુનું ભેદપણું જ માનવું. એવંભૂત નય
' જે વિચાર–શબ્દથી ફલિત થતો અર્થ ઘટતો હોય ત્યારે તે જ . વસ્તુને તે તરૂપે સ્વીકારે, બીજી વખતે નહિ, એ એવંભૂત નય છે.
સમભિરૂઢ નયે સ્વીકારેલ એક પર્યાય શબ્દના એક અર્થમાં પણ જે દષ્ટિ ક્રિયાકાળ પૂરતું જ અર્થતત્ત્વ સ્વીકારે છે અને ક્રિયાશન્ય કાળમાં નહિ, તે એવં ભૂત નય કહેવાય છે. તેનો વ્યુત્પત્તિ અર્થઃ ઇવં– એ પ્રકારે મૂત એટલે થયેલું. એટલે વસ્તુને વતુરૂપે માનનાર
આ નય છે. અર્થાત જે પદાર્થ પિતાના ગુણે કરી સંપૂર્ણ હોય અને - પિતાની ક્રિયા કરતો હોય તેને તેવાં રૂપમાં કહેવો એ આ નયને
મત છે. દાખલા તરીકે પરમ ઐશ્વર્યને અનુભવ કરતી વખતે ઈદ, સમર્થ હોવાના સમયે શક્ર અને નગરનો નાશ કરવાના સમયે પુરંદર. તે વસ્તુ પિતાનું કાર્ય કરતી હોય ત્યારે જ આ નય તેને વસ્તુ કહે છે, નહિ તે તે વસ્તુ કહેતા નથી. સ્ત્રી સાથે પાણીનો ઘડે લઈ જતી હોય ત્યારે જ તે ઘટ કહેવાય, બીજા સમયે આ નય ઘટ - માને નહિ. ટૂંકાણમાં જ્યારે ખરેખરું કામ થતું હોય ત્યારે તેને લગતું વિશેષણ કે વિશેષનામ વાપરવાની એ જાતની માન્યતા એવંભૂત નયની શ્રેણિમાં આવે છે.
નોના સંબંધમાં જાણવાનું કે પૂર્વ પૂર્વ ન કરતાં પછી પછીનો નય સૂમ અને સૂક્ષ્મતર હેવાથી ઉત્તરોત્તર નયના વિષયનો આધાર પૂર્વ પૂર્વ નયના ઉપર રહેલો છે. પાછળના ચારે નાનું મૂળ