________________
છે તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૪૯ ૫. ભાવે અવલંબે છે. તેના નામ અને પ્રસ્થ બે દષ્ટાંત દાદ મંજરી'માં
કહ્યા છે. નીલમનો અર્થ નિવાસસ્થાન, અને પ્રસ્થનો અર્થ પાંચ શેર
ધાન્ય ભરવાની પાલી, નિવાસસ્થાનના દાખલા માટે લખવાનું કે હું કોઈએ પૂછયું કે “તમો ક્યાં રહે છે ?” ત્યારે સામો જવાબ આપે
છે કે મુંબઈમાં.” ત્યારે સામો તેને પૂછે છે કે મુંબઈમાં ક્યાં તે આગળ?” ત્યારે તે કહે છે કે “ઝવેરી બજારમાં.' ત્યારે સામે તેને
કરી પૂછે છે કે, “ઝવેરી બજારમાં ક્યાં આગળ?” ત્યારે તે કહે છે કે “મમ્માદેવી આગળ.” આ પ્રમાણે ઠેઠ ઘર સુધીના જવાબ તેની જાણમાં હોય છે તે આપે છે. આમાં સામાન્ય એક વખત ગૌણ અને એક વખત વિશેષ બને છે. અર્થાત્ સામાન્યનું વિશેષ બને છે અને વિશેનું સામાન્ય બને છે. આ સામાન્ય વિશેષનો દાખલો છે.
નેટ–નગમ નયના સંબંધમાં શિય ગુરુને પૂછે છે કે “નૈગમ નય જ્યારે વસ્તુને સામાન્ય-વિશેઘવાળી માને છે ત્યારે તે સમ્યગદષ્ટિ કેમ ન ગણાય?' ત્યારે ગુરુ જવાબ આપે છે કે “તે સમ્યગ્રષ્ટિ ગણાય નહિ; કારણ કે તે દ્રવ્ય અને પર્યાય બન્નેને સામાન્ય-વિશેષ
યુક્ત માને છે. સમ્યગ્દષ્ટિ તેને કહી શકાય કે જે પદાર્થમાત્રને સામાન્ય. વિશેષરૂપ માને છે, તેમાં દ્રવ્યથી સામાન્ય અને પર્યાયથી વિશેષ ' માને છે તે જ સમ્યગદષ્ટિ છે. પ્રસ્થના સંબંધમાં લખવાનું કે કોઈએ
પૂછયું કે “તમે ક્યાં જાઓ છે?” જો કે હજુ તો તે લાકડું કાપવા માટે હાથમાં કુહાડે લઈ જતો હોય છે તો એ કહે છે કે પ્રસ્થ લેવા જાઉં છું.',
સારાંશમાં કહેવાનું કે, જે વિચાર લૌકિક રૂઢિ અને લૌકિક આ સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે. તે નૈગમ નય છે.
સંગ્રહ નય જે વિચારે જુદીજુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક . વ્યક્તિઓને કોઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી