________________
૪૬.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
છે. નિરપેક્ષ અવસ્થામાં તે નય નથી, પણ નયાભાસ છે. એટલે વિધિ(અસ્તિ)ની વિવક્ષામાં પ્રતિષેધ(નાસ્તિ)ની સાપેક્ષતા છે જ, અને પ્રતિષેધની સાપેક્ષતામાં વિધિની અપેક્ષા એ પણ આવશ્યક છે. આ પ્રમાણે નયના મુખ્ય બે ભેદ નિશ્ચય અને વ્યવહાર છે અને તેમનામાં પરસ્પર સાપેક્ષતા છે જ નયાનું નિરૂપણ
નયેાનું નિરૂપણ એટલે વિચારાનું વર્ગીકરણ, નયવાદ એટલે વિચારેને સમન્વય કરનાર શાસ્ત્ર. આ વાદમાં વિચારાનાં કારણા, તેનાં પરિણામેા, કે તેના વિષયેાની ચર્ચા નથી આવતી, પરંતુ તેમાં પરસ્પર વિરાધી દેખાતા છતાં વાસ્તવિક રીતે અવિરાધીપણાનાં કારણેાનું ગવેષણ (ખ્યાન) મુખ્યપણે હાય છે; તેથી ટૂંકાણમાં નયની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરાધી દેખાતા વિચારાના વાસ્તવિક અવિરાધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેના વિચારોને સમન્વય
કરનાર શાસ્ત્ર.”
નયની જરૂર :મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને ધમંડ વિશેષ હાય છે. આથી કરીને પેાતાના કરેલા વિચારાને સુંઠના ગાંગડે ગાંધીમાં ખપવાની માફક પૂર્ણ માને છે અને છેવટનમાં માને છે. આથી કરી બીજાના વિચાર સમજવાની ધીરજ ખાઈ બેસે છે અને છેવટે પોતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરેાપ કરે છે; આથી પરિણામ એ આવે છે કે આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદાજુદ્ધ વિચાર ધરાવનારા પ્રત્યે તેને અણગમા ઉત્પન્ન થાય છે અને તેથી કરીને તેના- માટે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. આ માટે જ નયજ્ઞાનની આવશ્યકતા છે.
નયના પ્રકારો, વસ્તુના અનંત ધર્મોમાંથી એક સમયમાં