________________
(
૪૭.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા કોઈ પણ એક ધર્મ સાપેક્ષપણે લઈ વસ્તુનું પ્રતિપાદન કરવું તેને નય કે કહે છે. આથી જેટલા જેટલાં વચનના પ્રકારે છે, તેટલા નય થઈ શકે અને તેના એકથી લઈ અસંખ્યાત ભેદ હોઈ શકે. બાકી, સામાન્યથી તેના સાતિ ભેદ કરવામાં આવ્યા છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમંભિરૂઢ અને (૭) એવંભૂત. એ પ્રકારે સાત નો છે. તેના ટૂંકાણમાં બે ભેદો પાડવામાં આવ્યા છેઃ (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયર્થિક. • દ્રવ્યાર્થિક નય : દ્રવ્યાર્થિક નય સામાન્ય–ગ્રાહી છે. સામાન્ય અંશ એટલે કાળ અને અવસ્થાનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. .
. * * પયાર્થિક નયઃ પર્યાયાર્થિક ની વિશેષ અંશગ્રાહી છે. ચેતના ઉપરની દેશકાળાદિત વિધવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે પર્યાયાર્થિક નય સમજ. પર્યાયને અર્થ એ છે કે ઉત્પત્તિ વિનાશને જે પ્રાપ્ત થાય છે તે પર્યાય કહેવાય છે. - ઉપરોક્ત સાત નો પિંકી ત્રણ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર
એ દ્રવ્યાર્થિક નયને લગતા છે અને બાકીના ચાર ઋજુસૂત્ર ન્ય,
શબ્દન, સમભિરૂઢ નય અને એવંભૂત નયે એ પર્યાયાર્થિક નયને | લગતા છે. , . .
. . .
- -
''. નિગમ નય . -
નથી એકગમો (અભિપ્રાય જેનો તે નિગમ નય છે, અર્થાત તેના અનેક વિકલ્પ-ભેદ છે. આ નય સામાન્ય-વિશેષ ઉભય ધર્મને ગ્રહણ કરે છે. સામાન્ય ધર્મથી વસ્તુમાં એકાકાર બુદ્ધિ થાય છે અને વિશેપ - ધર્મથી સ્વ-પરનો ભેદ માલૂમ પડે છે. એનો વ્યુત્પત્તિ અર્થ જો નમો : એટલે જેને એકગમ-વિકલ્પ નથી. ' '