________________
૫૦ ,
. તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે સંગ્રહ નય છે. વળી બીજી રીતે કહીએ તે પોતાની જાતિનો વિરોધ ન કરતાં અનેક વિષયના એકપણામાં જે ગ્રહણ કરે છે તેને સંગ્રહ ન કહે છે. વળી સામાન્ય મૂળ સર્વ-દ્રવ્ય વ્યાપક નિત્યસ્વાદિક સત્તાપણે રહ્યા જે ધર્મ તેનો જે સંગ્રહ કરે તે સંગ્રહ નય કહીએ. .
આ નય વસ્તુના સામાન્ય ધર્મને સ્વીકારે છે અને સામાન્ય સત્તા વિશેષ ધર્મને સંગ્રહ કરે છે. જેમ જીવ એ અસંખ્ય પ્રદેશવાન છે. (શબ્દમાં તમામ જાતિના જીવ) અહીં છવ અંતર્ગત થાય છે. તેના બે ભેદ છેઃ (૧) સામાન્ય સંગ્રહ અને (૨) વિશેપ સંગ્રહ,
સામાન્ય સંગ્રહઃ જેમ સર્વ દ્રવ્યો પરસ્પર અવિરેાધી છે, તેમાં દ્રવ્યની સામાન્ય સત્તાની રૂએ બધાં દ્રવ્યોને “કાવ્યો' શબ્દમાં સંગ્રહ કરી બતાવે છે. '
તે વિશેષ સંગ્રહઃ જેમ સર્વ જીવો પરસ્પર વિરોધી છે. અહીં ' દ્રવ્યો શબદમાંથી અલગ કરી “છ” શબ્દમાં જીવ સામાન્ય સત્તાની ' રૂએ બધા જીવોનો તેમાં સંગ્રહ થઈ જાય છે. આ . . સત્તારૂપ તત્ત્વને અખંડપણે ગ્રહણ કરનાર દષ્ટિ તે સંગ્રહ નય
છે. સંગ્રહ નયના સામાન્ય તત્ત્વ પ્રમાણે ચઢતા-ઊતરતા અનેક દાખલાઓ કલ્પી શકાય. સામાન્ય જેટલું નાનું તેટલે સંગ્રહ નય ટૂંક અને સામાન્ય જેટલું મોટું તેટલો સંગ્રહ નય વિશાળ. સારમાં લખવાનું કે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈને વિધવિધ વસ્તુઓનું એકીકરણું કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહ નયની ટિમાં ગણાય છે. જાતિ વગેરે સામાન્ય ધર્મથી અનેક વ્યક્તિઓમાં
એક જાતિથી એકતાબુદ્ધિ થાય છે, તેનો વ્યુત્પત્તિ અર્થ:– - : સંજ્ઞાતિ યુતિ ઃ જે સંગ્રહ–એકત્રિત કરે છે તે, એટલે
વિશેષ ધર્મને સામાન્ય સત્તાએ સંગ્રહ કરે છે. .