________________
પર
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ત્રણે નયનું વિષયક્ષેત્ર નિગમ નયને વિષય સૌથી વધારે વિશાળ છે, કારણ કે તે સામાન્ય-વિશેષ બને લોકરૂઢિ પ્રમાણે ક્યારેક ગૌણભાવે તો ક્યારેક મુખ્યભાવે અવલંબે છે. સંગ્રહનો વિષય નૈગમથી ઓછો છે, કારણ કે તે માત્ર સામાન્યલક્ષી છે; અને વ્યવહારનો વિષય તો સંગ્રહથી પણ ઓછો છે, કેમકે તે સંગ્રહ નયે સંકલિત કરેલા વિર્ય ઉપર જ અમુક વિશેષતાઓને આધારે પૃથક્કરણ કરતો હોવાથી માત્ર વિશેષગામી . આ રીતે ત્રણેનું વિષયક્ષેત્ર ઉત્તરોત્તર નાનું થતું જતું હોવાથી તેમનો અંદરઅંદર પીપર સંબંધ છે જ. સામાન્ય-વિશેષ અને તે ઉભયના સંબંધનું ભાન નિગમ નય કરાવે છે. એમાંથી જ સંગ્રહ જ્ય જન્મ લે છે અને સંગ્રહ નથની ભીંત ઉપર જ વ્યવહારનું ચિત્ર ખેંચાય છે. *
* * * * * * બીજા રૂપે કહીએ તો સંગ્રહ જે કરેલ “સત” રૂપ અખંડ તત્ત્વના પ્રયોજન પ્રમાણે જીવ, અજીવ, આદિ ભેદોને અવલંબે ત્યારે
તે વ્યવહારનય છે. વ્યવહારનો વ્યુત્પત્તિ અર્થ : એટલે વિશેષ* તાથી, મવતિ એટલે માને છે અથવા સ્વીકારે છે, જા કહેતાં જે
એવો છે, એટલે કે જે કેવળ વિશેષાંતર્ગત સામાન્યને માને છે, અર્થાત તે મુખ્યપણે વિશેષ ધર્મને જ ગ્રહ છે. ''
આ વ્યવહાર નયનું પ્રયોજન એ છે કે કંઈ સામાન્ય સંગ્રહથી વ્યવહાર ચાલી શકતા નથી. કોઈએ કહ્યું કે “વ્ય' લાવ. આમ ' કહેવાથી એવી આશંકા થાય છે કે કયું દ્રવ્ય' ? જીવ કે અછવ?
સંસારી કે મુક્ત'? આથી સિદ્ધ થાય છે કે વ્યવહાર નય વિના . એકલા સંગ્રહથી કઈ જગતને વ્યવહાર ચાલી શકતો નથી,
પદાર્થો એ સામાન્યવિશેષ બે ધર્મવાળા હોય છે. તેમાં જાતિ " (એટલે જતિત્વ, પ્રમેયત્વ, કિધ્યત્વ ઈત્યાદિ સામાન્ય ધર્મ અને