________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૩૩
શબ્દાલ્લેખ રહિત હોય તે મતિજ્ઞાન. મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે, કેમકે શ્રુતજ્ઞાનમાં મનેાવ્યાપારની પ્રધાનતા હેાવાથી તે અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. વળી એમ પણ કહી શકાય કે જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને એવા પરિપાકને પ્રાપ્ત થયું ન હોય તે મતિજ્ઞાન. શ્રુનજ્ઞાનને જે ખીર કહીએ તે મતિજ્ઞાનને દૂધ કહી શકાય.
{
પ્રશ્ન : શ્રુતના છે અને એ દરેકના અનુક્રમે અનેક પ્રકાર કેવી રીતે છે?
ઉત્તર ‘અંગબાહ્ય' અને ‘અંગપ્રવિષ્ટ'રૂપે શ્રુતજ્ઞાનના ખે પ્રકાર છે. એમાંથી અંગ્બાä શ્રુત, ઉત્કાલિક, કાલિક એવા ભેદ્દાથી અનેક પ્રકારનું છે અને અંગપ્રવિષ્ટ શ્રુત, આચારાંગ, સૂત્રકૃતાંગ, આદિરૂપે માર પ્રકારનું છે.
પ્રશ્ન : અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટના તફાવત કઈ દષ્ટિએ છે? ઉત્તર: વક્તાના ભેદની દૃષ્ટિએ. તીર્થંકરો દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના બુદ્ધિમાન સાક્ષાત્ શિષ્ય ગણધરાએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગીરૂપે સુત્રબદ્ધ કર્યું તે ‘અંગપ્રવિષ્ટ' અને ગણધર પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યએ જે શાસ્ત્રો રચ્યાં તે અંગબાલ' છે.
પ્રશ્ન: ખાર અંગેા કયા કયા અને અનેકવિધ અંગમાણમાં મુખ્યપણે કયા કયા પ્રાચીનગ્રંથે! ગણાય છે?
ઉત્તરઃ આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા પ્રવ્રુપ્તિ અથવા ભગવતીત્ર, જ્ઞાતાધર્મકથા; ઉપાસક દેશાધ્યયન, અંતકૃદશા, અનુત્તરૌષપાતિકા, પ્રશ્ન વ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગેા છે. સામાયિક, ચર્ત્તવંશતિ સ્તવ, વદનક, પ્રતિક્રમણ, કાર્યાસર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક તથા દશવૈકાલિક ઉત્તરાર્ધ્ય