________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા મન:પર્યાય:. મન:પર્યાય જ્ઞાન વિશુદ્રિ વિશુદ્ધિ
પ્રતિપાતા ચામુ—પુનઃ પતનના અભાવથી
i ્~~~~ તે
३७
વિશેવ:—વિશેષતઃ
સૂત્રાર્થ : (૨૪) ક્લુમતિ અને વિપુલમતિ એ એ મન:પર્યાય છે, (૨૫) વિશુદ્ધિથી અને પુન: પતનના અભાવથી તે બન્નેમાં તફાવત છે.
વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન : મન:પર્યાય. જ્ઞાન એટલે શું?
ઉત્તર : માનસિક વિચારની આકૃતિએને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન તે મન:પર્યાય છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિંતનીય વસ્તુ જાણી શકાતી નથી. પ્રશ્ન : તેા પછી શું ચિંતનીય વસ્તુઐને મન:પર્યાય જ્ઞાની જાણી શકતા નથી ?
ઉત્તર: જાણી શકે છે, પરંતુ પછીથી અનુમાન દ્વારા. પ્રશ્ન : તે કેવી રીતે ?
ઉત્તરઃ .જેમ કાઈ કુશળ માણસ સામાને ચહેરા બેઈને તેના હાવભાવ જોઈ તેના ઉપરથી તેના મનેાગત ભાવે અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનર્થી કહી શકે છે તેવી રીતે મન:પર્યાય જ્ઞાની મન:પર્યાય જ્ઞાન વડે કાઈના મનની આકૃતિએ જોઈ પછીથી અભ્યાસને લીધે એવું અનુમાન કરી લે છે, કે, આ વ્યક્તિએ અમુક વસ્તુનું ચિંતન કર્યું છે; કેમકે એનું મન એ વસ્તુના ચિંતનના સમયે અવશ્ય થનારી અમુક પ્રકારની આકૃતિઓથી યુક્ત છે,
ર
પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલમતિને અર્થ કહે?
*
ઉત્તર : વિષયને જે, સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતિ મનઃપર્યાય છે, અને જે વિશેષ રૂપથી જાણે છે તે વિપુલમતિ મનઃ- - ૪ પર્યાય છે,